પીએચડી અને એમફીલ પરીક્ષા માટે મંગળવાર સુધી ફોર્મ ભરી શકાશે


મુંબઈ તા. 27 ફેબ્રુઆરી, 2021, શનિવાર

પીએચડી કરવા માગતાં વિદ્યાર્થીઓનો પ્રતિસાદ જોતાં તેમજ હજીયે માસ્ટર્સ કોર્સના અમુક પરિણામ જાહેર થયાં ન હોવાને લીધે પીએચડી અને એમફીલ પ્રવેશ પરીક્ષા માટે ફરી એકવાર મુદ્દત વધારો અપાયો છે.

પ્રાપ્ત માહિતીનુસાર, પીએચડી અને એમફીલ એન્ટ્રન્સ ટેસ્ટ માટે બીજી માર્ચ, ૨૦૨૧ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. યુનિવર્સિટીની વેબસાઈટ પર આ લિન્ક ૨૬ ફેબુ્રઆરીથી ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. પેટ પરીક્ષા ૨૦ માર્ચ બાદ ઓનલાઈન પદ્ધતિએ લેવામા ંઆવશે, એવી માહિતી પરીક્ષા વિભાગના સંચાલક ડૉ.વિનોદ પાટીલે આપી છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bNIUQH
via IFTTT

Comments