- રાષ્ટ્રી ય વિજ્ઞાન દિવસ નિમિત્તે ભારતીય સંવિધાનની કલમ 51A(h)ને માન આપી જાગૃત નાગરિક તરીકે એક પ્રતિજ્ઞા લેવા જેવી છે
- આજે રાષ્ટ્રી ય વિજ્ઞાન દિવસ નિમિત્તે ‘કેમ?’, ‘શું?’, ‘કેવી રીતે?’, ‘શા માટે?’ જેવા સવાલોરૂપી જિજ્ઞાસા અમર રાખીએ, સંતાનોમાં એ ગુણોનું સિંચન કરીએ તથા ભારતના વિજ્ઞાનીઓની યોગ્યા કદર કરીઅે તો વિજ્ઞાન દિનની ઉજવણી સાર્થક ગણાય.
વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું યોગદાન શું? આ સવાલ પુછાય ત્યારરે સરેરાશ ભારતીયના મસ્તિકષ્કામાં ઊઠતા emotional/ ભાવનાત્માક વિચારો તેને દૂરના ભૂતકાળમાં તાણી જતા હોય છે. મગજમાં આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કચર, કણાદ, મહર્ષિ સુશ્રુત જેવા વિદ્વાનોનાં નામો આવવા લાગે છે અને ઉપરોક્ત સવાલના જવાબરૂપે તેમને રજૂ કરાવી સંતોષની લાગણી જન્માદવે છે. ભલું હોય તો અમેરિકામાં ઝળકી ઊઠેલા ભારતીયોની નામાવલિ પણ રજૂ કરાવવા લાગે. જેમ કે, તાજેતરમાં નાસાના ‘પર્સિવરન્સ ’ યાનનું મંગળની ભૂમિ પર સફળ ઉતરાણ કરાવનાર ડો. સ્વાતતિ મોહનની સિદ્ધિને બહુ સહજ રીતે આપણા ભાવનાત્મમક વિચારોએ ‘ભારતીય’નું લેબલ મારી દીધું. ‘વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું યોગદાન શું?’ એ સવાલના જવાબમાં કલ્પયના ચાવલા, સુનિતા વિલિયમ્સિ, સત્યા્ નદેલા, સુંદર પિચાઈ જેવાં નામો હૈયે-હોઠે આવવામાં મગજની emotional/ ભાવનાત્મસક વિચારસરણી જવાબદાર છે.
પરંતુ મનુષ્યમના મસ્તિ ષ્કર પાસે વિચારોની જે અનેકવિધ પદ્ધતિઓ છે તેમાંની એકને મનોવિજ્ઞાનની પરિભાષામાં rational/ તાર્કિક અથવા બુદ્ધિગમ્યઅ કહે છે. લાગણી પર જરાક વાર પૂરતો કાબૂ રાખી ઉપરોક્ત સવાલ રેશનલ ઢબે વિચારતાં બે પાયાગત સવાલો મનમાં થવા જોઈએઃ
સવાલ-૧ઃ અવકાશ વિજ્ઞાનના મહાપંડિત આર્યભટ્ટ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોેપ વિના અણુ-પરમાણુનું સ્વખરૂપ જાણી શકનાર ઋષિ કણાદ જેવા ભેજાબાજોની આજે ભારતમાં કેમ આકરી તંગી વરતાય છે?
સવાલ-૨ઃ ડો. સ્વાઋતિ મોહન, સુનિતા વિલિયમ્સ અને તેમના જેવા ૧૦ લાખ ભારતીય વિજ્ઞાનીઓ-ઇજનેરો ભારતને બદલે અમેરિકામાં કેમ છે?
બન્નેા પ્રશ્નોના જવાબ બે મુદ્દાસર જવાબો વડે આપી શકાય તેમ છે. પ્રથમ જવાબમાં વિજ્ઞાન પ્રત્યેીની જિજ્ઞાસાવૃત્તિ કેંદ્રસ્થાજને છે, તો બીજામાં વિજ્ઞાનીઓ પ્રત્યેજ આપણા દેશમાં વ્યાતપ્તન ઉદાસીનતા વ્યયક્ત થાય છે.
■■■
જવાબ-૧ઃ ઈ.સ. ૧૬૬પનું વર્ષ હતું. ઇંગ્લેીન્ડ્ના ગ્રેન્થમમ ગામે ખેડૂત પરિવારમાં જન્મેયલા યુવાન આઇઝેક ન્યૂ્ટન તે વર્ષે કેમ્બ્રિસજથી પોતાના વતને આવ્યા હતા. ચાર વર્ષ પહેલાં તેમણે અભ્યા સ અર્થે ઇંગ્લેેન્ડ૬ની પ્રતિષ્ઠિનત કેમ્બ્રિ જ યુનિવર્સિટી જવાનું થયું હતું, પણ ૧૬૬૪માં પ્લેઠગની મહામારીએ યુનિવર્સિટીને ફરજિયાત લોકડાઉન કરાવતાં ન્યૂરટને ઘરે આવવું પડ્યું. એક દિવસ તેઓ ગ્રેન્થયમ ગામે સફરજનની વાડીમાં બેઠા હતા ત્યાષરે વૃક્ષ પરથી ખરીને નીચે પડતા સફરજન તરફ તેમનું ધ્યામન પડ્યું. (સફરજન આઇઝેક ન્યૂ ટનના માથે ટિચાયું હોવાની પ્રચલિત વાતને વાયકા ગણવી.) ત્રેવીસ વર્ષીય આઇઝેક ન્યૂઇટનના દિમાગમાં ત્યાારે જિજ્ઞાસાની બત્તી થઈઃ ‘વૃક્ષ પરથી ખરી પડતું સફરજન આકાશમાં ઊંચે ચડી જવાને બદલે હંમેશાં જમીન તરફ જ કેમ ગતિ કરે છે?’
આ સવાલે ન્યૂેટનની કોણ જાણે કેટલીય રાતોની ઊંઘ હણી લીધી. જો કે પ્રત્યેિક ઉજાગરો મીઠો એટલા માટે હતો કે રાતભર દિમાગી સંચામાં વિચારોનાં સાંઠાં પિલાયા પછી નીકળતો ‘જ્ઞાનરસ’ મધુર લાગતો હતો. યુવાન ન્યૂિટન તે રસના ઘૂંટ લેતા જાય તેમ પ્યાગસ બુઝાવાને બદલે ઓર વધતી હતી. આ પ્યા સનું જ પરિણામ કે વિચારોનું વધુ ને વધુ પિલાણ થતું ગયું અને આખરે આઇઝેક ન્યૂરટનને ગુરુત્વાકર્ષણ શું તે સમજી શક્યા. ઈ.સ. ૧૬૮૭માં તેમણે ‘Principia’ શીર્ષક હેઠળ પુસ્તવક લખી જગતને ગુરુત્વા્કર્ષણના સિદ્ધાંતો સમજાવ્યા૧ પણ ખરા.
વૃક્ષ પરથી ખરતા સફરજનને ન્યૂેટન પહેલાં કરોડો લોકોએ જોયું હશે, પરંતુ ‘વૃક્ષ પરથી ખરતું સફરજન હંમેશાં જમીન તરફ જ કેમ ગતિ કરે છે?’ એવો સવાલ એકમાત્ર આઇઝેક ન્યૂનટનને થયો! આ સવાલ ન્યૂમટનને આમ આદમીમાંથી સર આઇઝેક ન્યૂતટન તરીકે ખાસ બનાવી જગતભરમાં ખ્યા તિ અપાવવામાં નિમિત્ત બન્યોં.
આજે વિજ્ઞાન પ્રવાહમાં ભણતા અને પાઠ્યપુસ્તતકના ખીલે મુશ્કે.ટાટ બંધાયેલા રહેતા સરેરાશ ભારતીય વિદ્યાર્થીને આઇઝેક ન્યૂ ટનની માફક કોઈ પ્રશ્નનું મનન-ચિંતન કરવાની છૂટ મળે છે ખરી? વિજ્ઞાન એવો વિષય છે જેમાં ઊંડા ઊતરવા માટે ‘કેમ?’, ‘શું?’, ‘કેવી રીતે?’, ‘શા માટે?’ જેવાં સવાલો મનમાં વારંવાર ઊઠતા રહેવા જોઈએ. આપણી શિક્ષણ પ્રણાલીએ વિદ્યાર્થીઓ પાસેથી સવાલો પૂછવાનો તો ઠીક, િવચારવાનો પણ અધિકાર છીનવી લીધો છે. પરિણામ નજર સામે છે. દેશમાં સ્નાાતકોની સંખ્યાણ લાખોમાં છે, પણ શોધકો-સંશોધકો સેંકડોમાં સીમિત રહી ગયા છે. ઇન્ફોંસિસના ચેરમેન નારાયણ મૂર્તિએ થોડા વખત પહેલાં જણાવેલું તેમ, ‘ભારતમાં થયેલી કોઈ ક્રાંતિકારી વૈજ્ઞાનિક શોધ આજે દુનિયાના ઘર ઘરમાં પહોંચી હોય તેવો એક દાખલો મને બતાવો!’
અવનવાં વૈજ્ઞાનિક તથા ટેક્નોલોજિકલ શોધ-સંશોધનોના ગ્લોનબલ ઇનોવેશન ઇન્ડેોક્સ કહેવાતા વૈશ્વિક સ્તઞરે ભારતનું નામ સાવ તળિયે લેવાય છે. દુનિયાની વાત જવા દો. ઘરઆંગણે વિજ્ઞાન ક્ષેત્રે આપણે પોતે ક્યાં ઊભા છીએ તેનું પ્રમાણપત્ર થોડા વખત પહેલાં ડિપાર્ટમેન્ટવ ઓફ સાયન્સત એન્ડત ટેક્નોલોજિના એક રિપોર્ટમાં મળી જાય છે. આ સરકારી એકમના રિપોર્ટ અનુસાર ૨૦૦પથી ૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાજન દેશની પેટન્ટક ઓફિસોને શોધ-સંશોધનોની જે અરજીઓ મળી તેમાંની ૭૬ ટકા પરદેશી વિજ્ઞાનીઓની/ વૈજ્ઞાનિક સંસ્થાેઓની હતી.
■■■
જવાબ-૨ઃ નૌતમ ભગવાનલાલ ભટ્ટ! આ નામ અગાઉ ક્યારેય સાંભળવામાં આવ્યું છે? સંભાવના પાંખી છે, કેમ કે ભારતના એ વિજ્ઞાની-કમ-ઇજનેરની પૂરતી કદર કરવામાં આપણી સરકારો ઊણી ઊતરી છે. આજે અગ્નિ , પૃથ્વીભ, નાગ, ધનુષ જેવાં મિસાઇલો, પિનાક નામનું રોકેટ લોન્ચઊર, અર્જુન ટેન્કન, ઇન્દ્રન તથા રાજેન્દ્ર રેડાર, નૌકાદળનાં મૈસૂર, વિભૂતિ તથા કોરા જેવાં જહાજો વગેરે બાબતે ભારત આત્મનનિર્ભર બની શક્યું તેમાં મૂળ જામનગરના નૌતમ ભટ્ટનો બહુ મોટો ફાળો છે. ભારતમાં ડિફેન્સ રિસર્ચનો પાયો નાખનાર અર્થાત્ સંરક્ષણના ક્ષેત્રે સ્વાવલંબન માટે જરૂરી એવા સંશોધનના પ્રણેતા નૌતમ ભટ્ટ હતા.
જામનગર ખાતે ૧૯૦૯માં જન્મેલા અને ભાવનગરમાં તથા અમદાવાદમાં શિક્ષણ મેળવ્યા પછી બેંગલૂરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસમાં સી. વી. રામનના હાથ નીચે ભણીને ફિઝિક્સમાં PhD થયેલા નૌતમ ભટ્ટે ૧૯૩૯માં અમેરિકાની મેસેચુશેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજિમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. આ વિજ્ઞાનીએ ધાર્યું હોત તો અમેરિકામાં સ્થા યી થઈ પૈસેટકે સુખી બન્યાટ હોત. પરંતુ માતૃભૂમિને પોતાના જ્ઞાનનો લાભ આપવા માટે સ્વ દેશ પાછા ફર્યા. ૧૯૪૯માં દેશના સંરક્ષણ વિભાગમાં જોડાયા અને દિલ્લીન ખાતે ડિફેન્સ સાયન્સ લેબોરેટરી સ્થાપી. સંરક્ષણ દળો માટે રેડારનું સંશોધન કેંદ્ર પણ ઊભું કર્યું, જે વર્ષો પછી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અોર્ગેનાઇઝેશન/DRDO તરીકે અોળખાવાનું હતું. આ સંસ્થામાં ૧૯૬૦-૬૫ દરમ્યાન સ્વદેશી ડિફેન્સ ટેક્નોલોજિ વિકસાવવા માટે બોમ્બના ફ્યુઝ, હિલિયમ નિઅોન લેસર, સોનાર, સેમીકન્ડક્ટર ચિપ, રેડાર વગેરેને લગતાં જે સંશોધનો હાથ ધરાયાં તે નૌતમ ભટ્ટને આભારી હતાંં. કેટલાંક સંશોધનોને તો સંરક્ષણ મંત્રાલયે મિલિટરી સિક્રેટ તરીકે વર્ગીકૃત ઠરાવ્યાં, કેમ કે ગુપ્તાતા જાળવવાનું આવશ્યક બની રહે એટલી હદે તે મહત્ત્વનાં હતાં. ડિફેન્સ રિસર્ચના ક્ષેત્રે નૌતમ ભટ્ટે સંશોધકોનો નવો ફાલ તૈયાર કર્યો, જેમના હસ્તેત અવનવાં સ્વેદેશી આયુધોનું સર્જન થયું.
ધ્વનિશાસ્ત્ર અંગે નૌતમ ભટ્ટનું અગાધ જ્ઞાન સોનાર યંત્રના ડિઝાઇનરોને તો જાણે ફળ્યું, પરંતુ દિલ્લીાના ખ્યામતનામ શીલા સિનેમા માટે પણ તેમણે સાઉન્ડ સિસ્ટમ તૈયાર કરી આપી. મુંબઈના બિરલા માતુશ્રી સભાગૃહની ૨,૦૦૦ વોટના સ્પીકર્સ ધરાવતી સાઉન્ડ સિસ્ટમ નૌતમ ભટ્ટે ગોઠવી હતી.
વિજ્ઞાન-ટેક્નોલોજિના ઉસ્તા દ તેમજ ભારતના ડિફેન્સ રિસર્ચના ભીષ્મપિતા નૌતમ ભગવાનલાલ ભટ્ટે રાષ્ટ્રલને પોતાના અગાધ જ્ઞાનનો લાભ આપ્યો. બદલામાં રાષ્ટ્રલએ ૧૯૬૯માં તેમને પદ્મશ્રી વડે નવાજી ઉપકારનો બદલો વાળ્યાનો આત્મનસંતોષ લીધો. બસ, વાત પૂરી! દેશના તેજસ્વીી તારાને ખરેખર તો આંખોમાં વસાવવો જોઈએ. નૌતમ ભટ્ટનું મૂલ્યાં કન કરવામાં સરકારે જે ઉદાસીનતા દાખવી તેનું પરિણામ એ આવ્યું કે સમયના વીતવા સાથે એ વિજ્ઞાની ભુલાઈ ગયા. વળી એટલી હદે કે ૨૦૦પમાં તેમનું નિધન થયું ત્યા રે સંરક્ષણના ક્ષેત્રે નૌતમ ભટ્ટના મહામૂલા યોગદાનને સલામી આપવાનું બાજુએ રહ્યું, તેમના અવસાનની નોંધ સુધ્ધાંષ સમાચાર માધ્યલમોએ લીધી નહિ. આ છે આપણા દેશમાં વિજ્ઞાનીઓની કદર પ્રત્યેુ ઉદાસીનતા!
—અને એ જ કારણ છે કે બાયોકેમિસ્ટ્રી ના નિષ્ણાત હરગોવિંદ ખુરાના, ભૌતિકશાસ્ત્રી ચંદ્રશેખર સુબ્રહ્મણ્યમ્, બેલ ટેલિફોન લેબોરેટરીના નિયામક કુમાર પટેલ, અવકાશયાત્રી કલ્પના ચાવલા, રોબોટિક્સના પ્રણેતા રાજ રેડ્ડી વગેરે જેવા ભારતીય વિજ્ઞાનીઓ-સંશોધકો પોતાનો દેશ છોડી અમેરિકામાં વસી ગયા. નૌતમ ભટ્ટ પણ એ સૌને અનુસર્યા હોત તો આજે તેમનું નામ ગાજતું હોત. પરંતુ ભારતને સંરક્ષણના ક્ષેત્રે સ્વાવલંબી બનાવવાની મહત્ત્વાકાંક્ષાએ તેમને આપણે ત્યાં છેવટ સુધી અજ્ઞાત રાખ્યા.
■■■
આજનો ફેબ્રુઆરી ૨૮નો દિવસ ભારતમાં નેશનલ સાયન્સી ડે તરીકે ઊજવાય છે, કેમ કે ૧૯૨૮માં આજના દિવસે આપણા વિજ્ઞાની સી. વી. રામને દરિયાના ભૂરા રંગ પાછળનું રહસ્યક સમજાવ્યુંા હતું. રામન ઇફેક્ટ તરીકે જાણીતી બનેલી એ શોધના પગલે ઘન, પ્રવાહી તથા વાયુ સ્વરૂપના પદાર્થનું રાસાયણિક પૃથક્કરણ શક્ય બનાવતું સ્પેક્ટ્રોસ્કોપીનું નવું સાયન્સ ખીલ્યું, જે બદલ વિજ્ઞાની સી. વી. રામનને ૧૯૩૦માં ભૌતિકશાસ્ત્ર નું નોબલ પારિતોષિક એનાયત કરાયું.
પરંતુ રાષ્ટ્રીીય વિજ્ઞાન દિવસે એક એવી વ્ય ક્તિને યાદ કરીએ જેઓ વિજ્ઞાનના ક્ષેત્રમાં નહોતા. બલકે, રાજકારણ તેમનો વિષય હતો—અને છતાં ભારતમાં વિજ્ઞાનની જરૂરિયાતને સમજવામાં તેમના જેટલી દૂરંદેશી ભાગ્યેન જ કોઈ નેતાએ દાખવી હશે. ભારતને વિજ્ઞાન-ટેક્નોલોજિના પંથે લઈ જવાનું સપનું સેવનાર એ દીર્ઘદ્રષ્ટા એટલે પંડિત જવાહર લાલ નહેરુ કે જેમણે ૧૯૪૬માં પ્રગટ થયેલા પોતાના પુસ્તઘક ‘ધ ડિસ્કલવરી ઓફ ઇન્ડિજયા’માં પહેલી વાર એક નવો શબ્દા ચલણી બનાવ્યોઃ Scientific Temper/ સાયન્ટિિફિક ટેમ્પીર અર્થાત્ વૈજ્ઞાનિક અભિગમ.
અવનવું જાણવું, લોજિકલ સવાલો પૂછવા, તર્કબદ્ધ રીતે વિચારવું, સમસ્યાભઓના તાર્કિક તોડ લાવવા, રિસર્ચની વૃત્તિ કેળવવી વગેરે માટે પંડિતજીએ સાયન્ટિાફિક ટેમ્પઞર શબ્દન રચ્યોા હતો. આ બધાં ગુણ માત્ર વિદ્યાર્થીઓમાં જ નહિ, બલકે તમામ ભારતીયોમાં ખીલે એવી પંડિતજીની અદમ્યગ ઇચ્છાય હતી. આથી આઝાદી પછી સ્વતતંત્ર ભારતે સંવિધાન અપનાવ્યું ત્યાશરે તેમણે Article 51A(h) હેઠળ તેમાં Scientific Temper શબ્દ્ સામેલ કરાવ્યો. આ કલમ હેઠળ સંવિધાનમાં એક વાક્ય છેઃ ‘વૈજ્ઞાનિક અભિગમ કેળવવો એ દેશના દરેક નાગરિકનું કર્તવ્યે છે.’
આજે રાષ્ટ્રી ય વિજ્ઞાન દિવસ નિમિત્તે સંવિધાનની Article 51A(h) કલમને અનુસરી એક જાગૃત નાગરિક તરીકે એ કર્તવ્યવ નિભાવવાની પ્રતિજ્ઞા લઈએ, ‘કેમ?’, ‘શું?’, ‘કેવી રીતે?’, ‘શા માટે?’ જેવા સવાલોરૂપી જિજ્ઞાસા અમર રાખીએ, સંતાનોમાં એ ગુણોનું સિંચન કરીએ તથા નૌતમ ભટ્ટ જેવા વિજ્ઞાનીઓની કદર કરીઅે તો વિજ્ઞાન દિનની ઉજવણી સાર્થક ગણાય.
ભવિષ્યિમાં ભારતનો દરેક દિવસ વિજ્ઞાન દિવસ બને તેવી બુલંદ આશા સાથે જય વિજ્ઞાન!■
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uxsogm
via IFTTT
Comments
Post a Comment