કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા ઓનલાઈન અથવા ઓફલાઈન લેવાની પરવાનગીઃ પ્રધાન ઉદય સામંત



મુંબઈ તા. 27 ફેબ્રુઆરી, 2021, શનિવાર

મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીની સંખ્યા વધી રહી છે અને રાજ્યના અમુક જિલ્લામાં કોલેજ, યુનિવર્સિટી બંધ છે. આ શૈક્ષણિક વર્ષમાં પરીક્ષા કેવી રીતે લેવાશે. આ મામલે વિદ્યાર્થીઓ અવઢવમાં હતા. પણ આ પાર્શ્વભૂમિ પર રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફ લાઈન આ બન્ને બૈકી એક પધ્ધતિથી આ શૈક્ષણિક વર્ષની પરીક્ષા આપવાની પરવાનગી ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગે આપી છે.

કોરોનાના સંકટ આવ્યું ત્યારથી રાજ્યમાં શૈક્ષણિક પરિસ્થિતિ કથળી છે. આનો મોટો ફટકો વિદ્યાર્થીઓને થયો છે. આ સર્વેમાં મહત્ત્વનો મુદ્દો છે અંતિમ સત્રની પરીક્ષાનો છે.

રાજ્યની અનેક કોલેજો અને યુનિવર્સિટીએ કોરોનાનો પ્રથમ લહેર ઓસરી ગયા બાદ ૧૬ ફેબુ્રઆરીથી શરૃ થઈ હતી. આથી વિદ્યાર્થીમાં ચૈતન્યનું વાતાવરણ છવાઈ ગયું હતું. હવે સર્વ અમુક સરળ થશે એવું લાગતું હતું. ત્યારે રાજ્યના અમુક જિલ્લામાં ફરી કોરોનાએ માથુ ઊંચક્યું છે. આથી પરીક્ષા કેવી રીતે લેવાશે એ બદલ વિદ્યાર્થી અને વાલીઓમાં ચિંતાનું વાતાવરણ નિર્માણ થયું હતું. હવે માત્ર આ ઉપરોક્ત નિર્ણયના લીધે વિદ્યાર્થીઓમાં શંકા દૂર થવામાં મદદ મળશે.

આ મામલે રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ પ્રધાન ઉદય સામંતે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વખતની પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન આ બન્ને પધ્ધતિથી લેવાશે. આ સંબંધે યુનિવર્સિટીમાં ચર્ચા થઈ હતી. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને બન્ને પર્યાય ઉપલબ્ધ કરી દેવામાં આવશે. ક્યો પર્યાય પસંદ કરવો તે વિદ્યાર્થી પર અવલંબે છે.

પ્રધાન સામંતે જણાવ્યું હતું કે એન્જિનિયરીંગની સર્વ પરીક્ષા ફક્ત અને ફક્ત ઓનલાઈન પધ્ધતિથી પાર પાડવામાં આવશે. આ સંબંધે સર્વ એન્જિનિયરીંગ કોલેજ તથા યુનિવર્સિટીને આવશ્યક સૂચના આપવામાં આવશે. તે અનુસાર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3syEVyu
via IFTTT

Comments