મુંબઈ તા. 27 ફેબ્રુઆરી, 2021, શનિવાર
બનાવટી ઈ-મેલ પ્રકરણે બોલીવુડ અભિનેતા હૃતિક રોશન આજે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો અને તેનો જવાબ નોંધાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આજે હાજર રહેવા બાબતે તેને સમન્સ બજાવ્યું હતું. હૃતિક સામે ૨૦૧૬માં તેની કો-સ્ટાર અને અભિનેત્રી કંગના રનૌતને બનાવટી ઈ-મેલ મોકલવાનો આરોપ છે. આજે સાંજે તેને પોલીસ કમિશનરની ઓફિસમાં આવેલ ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટમાં હાજર થવાનું જણાવવામાં આવ્યું હતું પણ તે નક્કી થયેલા સમય કરતાં વહેલો પહોંચી ગયો હતો. ૨૦૧૬માં હૃતિકે એક ખટલો દાખલ કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે એક વ્યક્તિએ તેનું બનાવટી ઈ-મેલ આઈડી તૈયાર કરી કંગના રનૌતને મેલ કર્યા હતા. ત્યારથી હૃતિક અને કંગના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રકરણે આઈપીસીની કલમ ૪૧૯ અને આઈ.ટી. એક્સનીકલમ ૬૬સી અને ૬૬ડી હેઠળ સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગયા વર્ષે હૃતિક રોશનના વકીલે આ પ્રલંબિત તપાસ બાબતે મુંબઈના પોલીસ કમિશનરનો સંપર્ક સાધ્યોહતો. ત્યારબાદ આ સમગ્ર પ્રકરણ ક્રાઈમ બ્રાન્ચના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટને સોંપવામાં આવ્યું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZYlJxG
via IFTTT
Comments
Post a Comment