આજે કચ્છમાં યોજાનારું મતદાન : ૧૧૩૧ જેટલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે

ભુજ, શનિવાર 

કચ્છની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ ૨૮મીએ થવાની છે ત્યારે ૧૧૩૧ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થશે. લોકશાહીના આ પર્વમાં ૧૫ લાખ મતદારો મતદાન કરીને ૪૪૦ બેઠક પર ઉમેદવારો ચૂંટશે.

કચ્છમાં શહેર-ગ્રામ્ય મળીને ૧૫,૬૯,૩૧૬ મતદાતાઓ પોતાના મતાિધકારનો ઉપયોગ કરશે. ૧૮૯૫ બૂાથમાંથી કચ્છના ૪૧૯ બૂાથને સંવેદનશીલની વ્યાખ્યામાં તો ૧૯ને અતિસંવેદનશીલ બૂાથ તરીકે તારવવામાં આવ્યા છે. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સી.સી ટીવી કેમરાની નજર રહેશે.   જિલ્લા પંચાયતની ૪૦ બેઠક, ૧૦ તાલુકા પંચાયતની ૨૦૪ અને નગરપાલિકાને ૧૯૬ બેઠક માટે રવિવારે સવારાથી મતદાનનો પ્રારંભ થશે. જેમાં કોવિડની માર્ગદર્શિકા હોવાથી દરેક મતદાન માથકોએ કોરોના કીટની ફાળવણી કરવામાં આવી છે. મતદાઓને ડિસ્પોઝલ ગ્લોવ્ઝ આપવામાં આવશે. ઉપરાંત થર્મલ સ્ક્રિનિંગ કર્યા બાદ હાથ સેનીટાઈઝ કર્યા બાદ મતદાન કરવા દેવાશે. જિલ્લા પંચાયત માટે ૧૦૪, તાલુકા પંચાયતમાં ૪૯૨ તાથા નગરપાલિકાની સીટો પર ૫૩૫ ઉમેદવારો ચૂંટણીમાં ઝુકાવ્યું છે ત્યારે મતદાન માથકો પર ૧૦ હજારાથી વધુ પોલીંગ સ્ટાફની નિમણુંક કરવામાં આવી છે.  જેઓના આવન-જાવન માટે ૩૦૦થી વધુ ખાનગી અને એસ.ટી બસોની ફાળવણી કરાઈ છે. તા.૨ના મતગણતરી થવાની હોવાથી મતદાન બાદ ઈવીએમને સીલ કરીને નિયત સૃથળ પર મુકવામા આવશે. 

આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યુ છે. આ ચૂંટણીમાં કુલ ૧૫ લાખ ૬૯ હજાર ૩૧૬ મતદારો ૧૮૯૫ બુાથ પર મતદાન કરશે. આ મતદાન બુાથોમાં ૪૧૯ સંવેદનશીલ જયારે ૧૯ અતિ સંવેદનશીલ છે. તો આજે કર્મચારીઓની અવરજવર માટે ૧૫૦ એસ ટી બસ અને ૨૦૦ જેટલા ખાનગી વાહનો ઉપયોગમાં લેવાયા હતા. 

તમારો મત પીળા રંગના રજીસ્ટર બટન દબાવ્યા પછી જ નોંધાશે

- મતદારે ઈ.વી.એમ.માં મત આપવાનો હોય તેમના નામ સામેના સ્કાય બ્લુ બટન વારા ફરતી દબાવવા.

- એક ઉમેદવારની સામેનું બટન દબાવવાથી તેની બાજુમાં લાલ લાઈટ થશે. લાલ લાઈટ થાય ત્યારબાદ જ બીજા ઉમેદવાર સામેનું બટન દબાવવુ.

- વધુમાં વાધુ ચાર ઉમેદવાર સામેના બટન દબાવ્યા બાદ સૌથી છેલ્લા પીળા રંગનું 'રજીસ્ટર' બટન દબાવવુ. તમારો મત પીળા રંગના રજીસ્ટર બટન દબાવ્યા પછી જ નોંધાશે.

- કોઈ પણ ઉમેદવારને મત આપવો ન હોય તો મતદારે વિકલ્પે ' નોટા'(ઉપર પૈકી કોઈ નહિં) નો ઉપયોગ કરી શકશે.

- જો મતદાર કોઈ પણ ઉમેદવારનું આૃથવા નોટા નું બટન દબાવી દે પછી બદલવા માંગે તો તે રદબાતલ બટન ફરીથી દબાવી પસંદગી રદ કરી શકે છે અને નવેસરાથી પસંદગી કરી શકે છે. આ પ્રક્રિયા રજીસ્ટરનું પીળુ બટન દબાવ્યા પહેલા જ કરી શકાશે.

રાપર તાલુકામાં ચૂંટણી ફરજ નિભાવવા સ્ટાફ રવાના થયો

આવતીકાલે યોજાનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને આજે રાપર ખાતે મોર્ડન સ્કૂલમાં ઉભા કરવામાં આવેલા અલાયદી વ્યવસૃથા અંતર્ગત આજે રાપર તાલુકા ચૂંટણી અિધકારી કિરણસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ મતદાનની ફરજ માટે રવાના થયો હતો. રાપર તાલુકાના ૧૮૮ બુાથો પર ૨૫ રૃટ દ્વારા ૧૦૩૫ ને ૨૫ એસ.ટી.દ્વારા રવાના કરવામાં આવ્યા હતા. આજે એક બુાથ પર પાંચ કર્મચારીઓ અને ચાર સુરક્ષા કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી હતી. આ અંગે ચૂંટણી અિધકારીના જણાવ્યાનુસાર રાપર તાલુકામાં યોજાનારી પાંચ જિલ્લા પંચાયત અને ચોવીસ તાલુકા પંચાયતની ચૂંટણીમાં નિષ્પક્ષ રીતે મતદાન થાય તે તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી હતી. આમ, વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી માટે કડક પગલા લેવામાં આવ્યા હતા.

કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે ગરમી અનુભવાઈ 

સૃથાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે લઘુત્તમ તાપમાનનો પારો ૧૮ થી ૨૧ ડિગ્રીની વચ્ચે પહોંચી ગયો હતો. મહા માસના પ્રાથમ પખવાડિયાના અંતે દિવસે ગરમી અનુભવાઈ હતી. પંખા અને એસી શરૃ કરવાની ફરજ પડી હતી. 

કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસાથી છવાયેલો ઝાકળિયો માહોલ કેટલાક સૃથળે વિખેરાયો હતો. કંડલા (એરપોર્ટ) કેન્દ્રમાં મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી અને ભુજમાં ૩૪.૪ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૨૦.૬ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ગઈકાલની તુલનાએ ઘટીને ૫૬ ટકા અને સાંજે ૩૫ ટકા નોંધાયું હતું. પશ્ચિમ દિશાએાથી સરેરાશ પ્રતિકલાક ૭ કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. નલીયામાં લઘુત્તમ તાપમાન ૧૮.૫ ડીગ્રીએ અને મહત્તમ તાપમાન ૩૦.૫ ડિગ્રી નોંધાયું હતું. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/300eKnO
via IFTTT

Comments