(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.27 ફેબ્રુઆરી 2021, શનિવાર
શાહિદ કપૂર હવે બોલીવૂડના નિર્માતા-દિગદર્શકોની પસંદ બની રહ્યો ે.કબીર સિંહ પછી શાહિદની ડિમાન્ડ વધી ગઇ છે. હવે તેની એક નિર્માતા સાથે શિવાજી મહારાજના રોલ માટે વાતચીત ચાલી રહી. જો બધુ સમૂસૂથરુ ંપાર પડશે તો શાહિદ જલદી જ શિવાજી મહારાજની ભૂમિકા ભજવતો જોવા મળશે.
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતુ ંકે,શાહિદને આ ફિલ્મનો આઇડિયા પસંદ આવ્યો છે. તે કામ કરવા ઉત્સાહિત છે. જોકે હજી આ ફિલ્મ અંગે કોઇ કરાર થયા નથી. જો આમ થશે તો શાહિદની કારકિર્દીની આ બીજી પીરિયડ ડ્રામા હશે. આ પહેલા શાહિદે સંજય લીલા ભણશાલી સાથે પદમાવતમાં કામ કર્યું છે જે પીરિયડ ડ્રામા હતી.
સૂત્રે વધુમાં એમ પણ કહ્યુ ંહતુ ંકે અશ્વિન વર્દે સાઉથના જાણીતા પ્રોડકશન હાઉસ લાઇકા પ્રોડકશન સાથે આ ફિલ્મ માટે હાથ મેળળ્યા છે. જે બોલીવૂડમા ંબિગ બજેટ ફિલ્મો બનાવશે. આ ડીલ પર આધારિત શિવાજી મહારાજ પર આધારિત ફિલ્મ બની રહી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bILGXD
via IFTTT
Comments
Post a Comment