દેશલપરમાં ચૂંટણી બહિષ્કાર કર્યો : બે બુથ પર ૧૯૦૦માંથી એક મત ન પડયો

ભુજ, રવિવાર 

 દેશલપર ગામે ચૂંટણીનો બહિષ્કારની કરેલી જાહેરાત પાળી બતાવી હતી. રવિવારે થયેલા મતદાનમાં ગામમાંથી એકપણ જણે મતદાન ન કરતા વોટીંગ બુાથ પર સવારાથી સાંજ સુાધી કાગડા ઉડયા હતા.  દેશલપર ગામમાં અંદાજે ૧૯૦૦ મતદારો છે. બંને બુાથ પર એકપણ બુાથ પર એકપણ મત પડયો ન હતો. ગામના પીવાના પાણીના જ્યાં કુવા આવેલા છે જે જમીન પંચાયતની મંજૂરી વગર વહીવટીતંત્રે ખાનગી ટ્રસ્ટને ફાળવી દેતા ગામલોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયાથી આ મુદે તંત્રમાં અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ લવાયું નાથી. લોકોના જણાવ્યા મુજબ આખું ગામના પીવાના પાણીના સ્ત્રોત આ જમીનમાં આવેલા છે. ભવિષ્યમાં આ જમીન ખાનગી સંસૃથાને હસ્તક ચાલી જતાં પીવાના પાણીની ગંભીર સિૃથતી ઉભી થઈ શકે છે. આ મુદે લોકોએ રેલી, સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવા છતાં નિંભર નેતા કે સરકારી બાબુઓએ દાદ ન આપતા લોકોને ૪૫૦૦ થી ૫૦૦૦ની વસતી ધરાવતા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં ગઈમોડી રાત સુાધી ધારાસભ્ય સહિતની સમજાવટ છતાં નક્કર પરિણામ ન આવતા આજે દેશલપરના લોકો વોટીંગ અળગા રહ્યા હતા. ગામમાં ઉભા કરાયેલા બે મતદાન માથકો પર એકપણ મત પડયો ન હતોે. જેાથી આ વિસ્તારના  જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોને  મોટી ખોટ ભોગવવાની આવશે. 




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37UmDzE
via IFTTT

Comments