મુંબઈ તા. 27 ફેબ્રુઆરી, 2021, શનિવાર
દેશદ્રોહ અને વિવિધ સમુદાય વચ્ચે વેરભાવને પ્રોત્સાહન આપવાના આરોપસર નોંધાયેલા કેસમાં મુંબઈ પોલીસ દ્વારા લેવામાં અવાનારા આકરા પગલાં સામે બોમ્બે હાઈ કોર્ટેે અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચાંદેલને રક્ષણ લંબાવ્યું છે.
એફઆઈઆ નોંધવા ઓક્ટોબર ૨૦૨૦માં મેજિસ્ટ્રેટ કોર્ટે આપેલા આદેશ અને એફઆઈઆર રદ કરવા માટે બંને જણે કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી. મુન્નવર અલી ઉર્ફે સાહિલ સય્યદ નામના ફિલ્મ કાસ્ટિંગ ડિરેક્ટરે ફરિયાદ કરી હતી.
રનૌત વતી એડવોકેટ રિઝવાન સિદ્દીકીએ જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલી ફરિયાદ હાઈ કોર્ટમાં કરેલી ફરિયાદ કરતાં જુદી છે.
સિદ્દીકીએ એવી પણ દલીલ કરી હતી કે સય્યદે હાઈ કોર્ટમાં સોગંદનામું નોંધાવતી વખતે જે દસ્તાવેજોનો આધાર લીધો છે એ બાંદરા મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજનો ભાગ નથી.
આથી કોર્ટેે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરેલા તમામ રેકોર્ડ અને કાર્યવાહીની વિગત બેન્ચ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપીને ૧૨ માર્ચ પર સુનાવણી મોકૂફ રાખી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ktp9SF
via IFTTT
Comments
Post a Comment