મહેસાણા,તા.27
મહેસાણા જિલ્લામાં ચુંટણી જાહેર થયા બાદ કોરોનાએ વિરામ લેતા દરરોજ નોંધાતા કેસોની સંખ્યામાં ઘણોજ ઘટાડો થયો હતો. જેમાં છેલ્લા ચાર દિવસમાં કેસમાં સામાન્ય વધારો થયો છે. જેમાં શનિવારે સૌથી વધુ પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જ્યારે પાટણ અને બનાસકાંઠામાં કોરોનાએ છેલ્લા ચાર દિવસથી વિરામ લીધો હતો તેમ કેસ સામે ન આવતા તંત્રએ ચુંટણી સમયે ભારે હાશ અનુભવી છે.
પાટણ અને બનાસકાંઠામાં ચુંટણી બાદ કેસની સંખ્યામાં ઘણો જ ઘટાડો નોંધાતા લોકો સહિત તંત્રમાં હાશકારો જોવા મળી રહ્યો છે. જ્યારે મહેસાણા જિલ્લામાં વાત કરીએ તો જિલ્લામાં ૨૩ ફેબુ્રઆરીએ ૨, ૨૪ ફેબુ્રઆરીએ-૪, ૨૫ ફેબુ્રઆરીએ-૧ અને ૨૭ ફેબુ્રઆરીએ પાંચ મળી ૧૨ જેટલા કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ પાંચ કેસ ૨૭ફેબુ્રઆરી શનિવારે સામે આવતા જિલ્લા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે.મહેસાણા જિલ્લામાં શનિવારે લેવાયેલ સેમ્પલ પૈકી ૧૧૯નુ રિઝલ્ટ આવ્યું હતું. જેમાં ૧૧૬નું રિઝલ્ટ નેગેટીવ અને ૩ સેમ્પલનુ રિઝલ્ટ પોઝીટીવ જ્યારે બે ખાનગી લેબોરેટરીમાં રિઝલ્ટ પોઝીટીવ મળી કુલ પાંચ પોઝીટીવ દર્દી નોંધાયા હતા. જિલ્લામાં હજુપણ ૩૨ એક્ટીવ કેસ છે જ્યારે શનિવારે પાંચ દર્દીને રજા આપવામાં આવી હતી.શનિવારે નોંધાયેલ પાંચ દર્દીમાં મહેસાણાના તાવડીયા રોડ પર એક પુરુષ તો ઊંઝા શહેરમાં એક મહિલા અને એક પુરુષ કોરોનામાં સપડાયા હતા. તો વિસનગર શહેર ખાતે ૧ કેસ સામે આવ્યો છે. જ્યારે મહેસાણા ાલુકાના વિરતા ગામમાં ૧ પોઝીટીવ દર્દી સામે આવતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q1Wbu0
via IFTTT
Comments
Post a Comment