Budget 2021: કોરોના કાળમાં કેવી રીતે પૂર્ણ થશે સામાન્ય જનતાની આશા, જાણો શું કહે છે તજજ્ઞો

નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2021, રવિવાર

સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, જ્યારે 1લી ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. નાણાંમંત્રી નિર્મલા સિતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. કોરોના કાળ દરમિયાન દેશની જનતાને સરકાર તરફથી બજેટમાં ઘણાં મહત્વપૂર્ણ એલાન કરવાની આશા છે.

કોરોના વાઈરસના કારણે બગડેલી અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે આ બજેટમાં ઘણાં મોટા એલા કરવામાં આવી શકે છે. જ્યારે સુત્રોએ જણાવ્યું કે સંસદના બજેટ સત્રનો પહેલો તબક્કો 15 ફેબ્રુઆરીની જગ્યાએ 13 ફેબ્રુઆરીએ સંપન્ન થઈ શકે છે.

આ બજેટ પાસે એવી આશા રાખવામાં આવી રહી છે કે આનાથી મહામારીથી પીડિત આમ આદમીને રાહત આપવામાં આવશે. સાથે જ આરોગ્ય સેવા, બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સ પર વધારે ખર્ચના માધ્યમથી આર્થિક સુધારને આગળ વધારવા પર વધારે ધ્યાન આપવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

એક વચગાળાના બજેટ સહિત મોદી સરકારનું આ નવમું બજેટ છે. આ બજેટ એવા સમયે આવી રહ્યું છે જ્યારે દેશ કોરોના સંકટથ બહાર આવી રહ્યો છે. તેમાં વ્યપક રીતે રોજગારી સર્જન અને ગ્રામ્ય વિકાસ પર ખર્ચને વધારવા, વિકાસ યોજનાઓ માટે ઉદાર ફાળવણી, સરેરાશ કરદાતાઓના હાથોમાં વધારે પૈસા ફાળવવા અને વિદેશી કરને આકર્ષિત કરવા માટે નિયમોને સરળ કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તજજ્ઞોનું માનવું છે કે આ બજેટ કોરોના મહામારીના કારણે તબાહ થયેલી અર્થવ્યવસ્થાને પરત જોડવાની શરૂઆત થશે. તેમનું એ પણ કહેવું છે કે આ બજેટને માત્ર વહીખાતું કે લેખા-જોખા કે જુની યોજનાઓને નવા ક્લેવરમાં રજુ કરવાથી અલગ હોવું જોઈએ. હજુ મોટાપાયે અર્થશાસ્ત્રિયોનો સામાન્ય મત છે કે નાણાંકિય વર્ષ 2020-21માં દેશની અર્થવ્યવસ્થામાં સાત થી આઠ ટકાની ઘટાડો આવશે. જો આવું થશે તો એ વિકાસશીલ દેશો વચ્ચે સૌથી ખરાબ પ્રદર્શનમાંથી એક હશે. હવે જ્યારે મહામારી ઓછી સંક્રામક થવાના લક્ષણ દેખાડી રહી છે અને વેક્સિનેશન કાર્યક્રમમાં એક ક્રમિક પ્રગતિ થઈ રહી છે. આ એક સારા ભવિષ્યની આશાને પ્રોત્સાહન આપી રહી છે. એવામાં એક સ્થાયી આર્થિક પુનરુદ્ધાર માટે નીતિગત ઉત્પેરકની આવશ્યકતા હશે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aklfXx
via IFTTT

Comments