અમદાવાદના ચીફ ફાયર ઓફિસર તરીકે એમ.એફ.દસ્તુર વય નિવૃત


અમદાવાદ, તા. 1 ફેબ્રુઆરી 2021 સોમવાર 

ફાયર બ્રિગેડના જવાનોએ સંસ્મરણો વાગોળતાં એમ.એફ દસ્તુરને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સીના ભીષ્મપિતામહ ગણાવ્યા. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના તમામ કર્મચારીઓની આંખોમાં આસુ હતા, કેમ કે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ચીફ ફાયર ઓફીસર એમ એફ દસ્તુર વય નિવૃત થયા. જમાલપુર ફાયર સ્ટેશન ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો. 

એમ. એફ દસ્તુરના પિતાજી ફાયર એન્જ ઇમરજન્સી સર્વિસમાં હતા, ત્યારે સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી વખતે તેમણે ફાયર બ્રિગેડમાં જવાનો નિર્ણય કર્યો હતો. મુળ પારસી ધર્મના દસ્તુર પારસી ધર્મમાં અગ્નિને પવિત્ર માનવામાં આવે છે. 

જો કે તેમણે પિતાના માર્ગે અગ્નિ શમનની જવાબદારી સ્વીકારી અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં 36 વર્ષ સેવા આપનાર એમ એફ દસ્તુર કહે છે કે, આગ જીવન માટે જરૂરી છે પણ જ્યારે તે જીવન માટે જોખમ કારક થાય ત્યારે માનવ ધર્મ ખાતે તેનુ શમન કરવુ જરૂરી છે. તેઓ 15 જુન 1983માં જોડાયા ફાયર બ્રિગેડમાં જોડાયા હતા. 17 વર્ષના લાંબા સમય ગાળા બાદ તેમણે 2001માં સ્ટેશન ઓફીસરનુ પ્રમોશન મળ્યુ ત્યારબાદ વર્ષ 2004માં ડેપ્યૂટી ચીફ ઓફીસર બન્યા. 

વર્ષ 2006માં એડીશનલ ચીફ ઓફીસર સાથે ઇન્ચાર્જ ચીફ ઓફીસર બન્યા અને વર્ષ 2009માં ચીફ ઓફીસર બન્યા. તેમણે પોતના કાર્યકાળ દરમ્યાન અનેક લોકોની જીંદગી બચાવી અને અનેક આફતોનો સામનો કર્યો. તેમની આવડત અને કુશળતાને ધ્યાને લઇ સરકારે તેમમે ગુજરાત સ્ટેટ ફાયર બ્રિગેડમા ડિરેક્ટર બનાવ્યા હતા. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pA7Vog
via IFTTT

Comments