કોરોનાના કેસો તળિયેઃ કચ્છમાં ૯ કેસો નોંધાયા, ૧૫ દર્દીઓ સ્વસ્થ

ભુજ,શુક્રવાર

કચ્છમાં કોરોનાના કેસો ઘટીને સાવ તળીયે ગયા છે. આજે શુક્રવારે માત્ર ૯ કેસો નોંધાયા જેમાં, શહેરી વિસ્તારમાં ૭ અને ગ્રામિણમાં ૨ જ કેસોનો સમાવેશ થાય છે. જો કે, એકલા ગાંધીધામમાં ૫ કેસો નોંધાયા છે. 

ગાંધીધામ શહેરમાં ૫ ઉપરાંત ભુજ શહેરમાં ૨ અને ભુજ તાલુકામાં ૧ તેમજ મુંદરા તાલુકામાં કેસ નોંધાયો હતો. જયારે ૧૫ દર્દીઓ સ્વસૃથ થતા હોસ્પીટલમાંથી રજા અપાઈ હતી. એકટીવ પોઝીટીવ કેસોની સંખ્યા ઘટીને ૧૦૨ પહોંચી છે. તો અત્યાર સુાધી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા ૪૨૧૧ ઉપરાંત કુલ પોઝીટીવ કેસો ૪૪૨૬ પહોંચ્યા છે.

જયારે વિવિાધ ખાનગી સહિતની હોસ્પીટલોમાં ૧૧૮૧ બેડ ખાલી છે. પરિણામે આરોગ્ય તંત્રને પણ રાહત થવા પામી છે. બીજીતરફ, એવી પણ ચર્ચા છે કે, કોરોનાના ટેસ્ટ ઘટાડી દેવાતા ઓછી સંખ્યા નોંધાય છે કે પછી સૃથાનિક સ્વરાજયની ચૂંટણીની અસરના પગલે કેસો દેખાડતા નાથી.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j19usV
via IFTTT

Comments