રણવીર સિંહે પોતાની ફીમાં ધરખમ વધારો કર્યો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.29 જાન્યુઆરી 2021, શુક્રવાર

સિમ્બા અને સૂર્યવંશી ફિલ્મો પછી રણવીર સિંહ  ફરી રોહિત શેટ્ટીના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. રોહિત સાથે હાલ તે ફિલ્મ સર્કસના શૂટિંગમાં વ્યસ્ત છે. એક રિપોર્ટના અનુસાર, રણવીરે આ ફિલ્મ માટે પોતાની ફીમાં અધધધ વધારો કર્યો છે. કહેવાય છે કે, અભિનેતા પોતાની દરેક સફળ ફિલ્મ પછી મહેનતાણામાં વધારો કરવાનો છે. 

સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, રણવીર આ ફિલ્મ માટે ૭૫ દિવસનું શૂટિંગ કરવાનો છે. આ હિસાબે તે રોજના લગભગ રૂપિયા ૬૬ લાખ ફી લેશે. જે આજના વ્યક્તિમાં સોથી વધુ ફી લેનાર યાદીમાં આવી ગયો છે. 

૨૦૧૯ની  ફોર્બસની યાદી પ્રમાણે રણવિંહ વરસના રૂપિયા ૧૧૮ કરોડ કમાઇ લે છે. ભારતના સૌથી વધુ કમાણી કરનારા પહેલા ૧૦૦ની યાદીમાં રણવીર સાતમાં સ્થાને આવ્યો હતો. જ્યારે ૨૦૧૮માં તે આઠમાં સ્થાન પર હતો. જોકે ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે તેની કોઇ ફિલ્મ રિલીઝ થઇ શકી નથી. 

ફિલ્મ સર્કસનું શૂટિંગ મુંબઇમાં ચાલી રહ્યું છે. જેને મેકર્સ માર્ચ સુધીમાં પુરુ કરવા માંગે છે. આ પછી પોસ્ટ પ્રોડકશન કામ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મ પીરિયડ ડ્રામા હોવાથી તેના મોટા ભાગનું શૂટિંગ સ્ટડિયોમાં જ કરવામાં આવ્યું છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oui2tl
via IFTTT

Comments