કંગના રનોત સ્વ. ઇંદિરા ગાંધીનો રોલ ભજવશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.29 જાન્યુઆરી 2021, શુક્રવાર

કંગના રનૌતને પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી છે. આ વખતે તેણે રૂપેરી પડદે સીએમથી પીએમનો જમ્પ માર્યો છે. તામિલનાડુના મુખ્યમંત્રી રોલ પછી તે હવે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઇંદિરા ગાંધીની ભૂમિકા ભજવવાની છે. 

કંગનાએ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું કે, તે કાશ્મીરની પ્રથમ મહિલા શાસિકા વિદ્દા પર ફિલ્મ બનાવાની છે. હવે તેણે ઘોષણા કરી છે કે તે ભારતના ભૂતપૂર્વ પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઇંદિરા ગાંધીના જીવન પર ફિલ્મ બનાવશે. જોકે આ ફિલ્મનું શિર્ષક હજી નક્કી કરવામાં આવ્યું નથી. જોકે કંગનાએ એમ પણ જણાવ્યું છે કે, આ ફિલ્મ ઇંદિરા ગાંધીની બાયોપિક નહીં હોય પરંતુ એક ગ્રેન્ડ પીરિયડ ફિલ્મ હશે. 

આ ફિલ્મમાં ઘણા ટોચના એકટર્સો જોવા મળશે.જેમાં સંજય ગાંધી, રાજીવ ગાંધી, મોરારજી દેસાઇ અને લાલ બહાદુર શાસ્ત્રી જેવા નેતાઓના પાત્રનો પણ સમાવેશ કરવામા ંઆવશે.  આ ફિલ્મને સાઇ કબીર લખી રહ્યો છે અને મણિકર્ણિકા ફિલ્મ તેને પ્રોડયુસ કરવાનો છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Mak2ds
via IFTTT

Comments