મુંબઈ, તા.30 જાન્યુઆરી, 2021, શનિવાર
બળાત્કાર અથવા જાતીય અત્યાચારનો ભોગ બનેલા બાળકની ઓળક સીધી કે આડકતરી રીતે છતી કરતી માહિતી પ્રકાશિત કરવાથી પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા તેમજ વોટ્સએપ, ફેસબુક, ઈન્ટરનેટ ટ્વિટર વગેરે વાપરતી જનતાને દુર રાખતી નવી વધારાની નિયમાવલી બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે જારી કરી છે.
પીડિતાના માતા પિતા કે સંબંધી અથવા તેની સાથેની સગાઈ ધરાવતી વ્યક્તિઓના નામ નહીં જાહેર કરવાનું જણાવ્યું છે. પીડિતાનું કે આરોપીનું સરનામું, કામનું સ્થળ અથવા બંનેના ગામના નામ પણ જાહેર નહીં કરવા જણાવ્યું છે.
માતાપિતા કે અન્ય સંબંધીના વ્યવસાયની વિગત પણ જાહેર કરવાથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેનાથી પિડીતા કે આરોપીની ઓળખ છતી થતી હોય. બળાત્કાર પીડિતાની માતાની જનહિત અરજી પર ન્યા. ટી.વી. નલાવડે અને ન્યા. સેવલીકરે જણાવ્યું હતું કે જો પીડિતા વિદ્યાર્થી હોયતો સ્કૂલ કે કોલેજનું નામ કે ખાનગી કોચિંગ કલાસ કે વર્ગ અથવા સંગીત, ડ્રોઈંગ, ડાન્સ, સીવણ, કૂકિંગ જેવા કોર્સ કરતી હોય તો તેવા કલાસના નામ તથા પારિવારિક બેકગ્રાઉન્ડ વિગત જાહેર કરવાની રહેશે નહીં.
હાઈકોર્ટે નીચલી કોર્ટ અને પોલીસ અધિકારીઓને પણ નિર્દેશ આપ્યા છે કે આરોપનામું ઘડતી વખતે અથવા આરોપીના નિવેદન નોંધતી વખતે પીડિતાનું નામ જાહેર કરાય છે એવું ઘણીવાર જોવા મળે છે. પીડિતાના નામ માટે સાંકેતિક અક્ષર એક્સ, વાય, ઝેડ વાપરવામાં આવે. પોલીસે પણ પીડિતાનું નામ લેવાનું ટાળવું જોઈએ એને બદલે 'એક્સ' તરીકે ઉલ્લેખ કરવો જોઈએ.
કોર્ટ મિત્રે રજૂઆત કરી હતી કે ઈલેકટ્રોનિક મીડિયા પીડિચાનો ચહેરો બ્લર કરીને મુલાકાત લેતી હોય છે પણ અવાજ પરથી ઓળખ છતી થઈ શકે છે. કોર્ટે નોંધ્યું હતું કે ઈલેકટ્રોનિક મીડિયાએ પીડિતા કોઈના સંબંધીઓની મુલાકાત લેવામાં સંયમ રાખવો જોઈએ અને ઓળખ છતી ન થાય એની સાવચેતી રાખવી જોઈએ.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cr9C3J
via IFTTT
Comments
Post a Comment