મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી નિયંત્રણ તરફ આગેકૂચ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 31 જાન્યુઆરી 2021, રવિવાર

મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી નિયંત્રણ તરફ આગેકૂચ કરી રહી છે પણ હજી સંકટ યથાવત છે. આજે રાજ્યમાં કોરોનાથી ૪૦ દરદીના મોત થયા હતા અને નવા ૨૫૮૫ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના ૧૬૭૦ દરદીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી અત્યાર સુધી કોરોનાના ૧૯ લાખ ૨૯ હજાર પાંચ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે રિકવરીનું પ્રમાણ ૯૫.૧૯ ટકા થયું છે, અને અત્યારે રાજ્યભરમાં કોરોનાના ૪૫ હજાર ૦૭૧ એક્ટીવ દરદી છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

રાજ્યમાં આજ દિન કોરોનાગ્રસ્તોની સંખ્યા ૨૦ લાખ ૨૬ હજાર ૩૯૯ છે. એટલે દરદીનું પ્રમાણ ૧૩.૮૬ ટકા છે. અને મરણાંકની સંખ્યા વધીને ૫૧૦૮૨ થઇ છે. જ્યારે રાજ્યમાં કોરોનાના ૧,૯૦,૨૩૨  દરદી હોમ ક્વોરન્ટીન છે. અને ૨૨૯૪ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન છ. એમ રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.

મુંબઇમાં આજે કોરોનાના સાત દરદીના મોત થયા હતા. નવા ૪૮૩ કેસ નોંધાયા હતા. આથી શહેરમાં કોરોના ગ્રસ્તોની સંખ્યા વધીને ૩૦૮૯૭૫ થઇ છે. અને મરણાંકની સંખ્યા ૧૧૩૫૨ થઇ છે. જ્યારે મુંબઇમાં કોરોનાના ૨,૯૦,૯૧૩ દરદી કોરોનાથી મુક્ત થયા છે. જ્યારે શહેમાં કોરોનાના ૫૮૦૦ એક્ટીવ દરદી છે. શહેરમાં કોરોનાથી રિકવરીનું પ્રમાણ ૯૪ ટકા છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39wsfBs
via IFTTT

Comments