નિર્માતા ગૌરાંગ દોશી દુબઇની જેલમાં હોવાની વાત


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.30 જાન્યુઆરી 2021, શનિવાર

જાણીતા ફિલ્મમેકર ગૌરાંગ દોશી ઘણા સમયથી લાઇમલાઇટથી દૂર છે. હવે તે અચનાક ચર્ચામાં ાવી ગયો છે. તેના પર કોઇને રૂપિયાની ચુકવણી ન કરી હોવાનો આરોપ મુકાયો છે. તેનો આ ગુનો દુબઇમાં નોંધવામાં આવ્યો હોવાથી તે ત્યાંની જેલની હવા ખાઇ રહ્યો છે. 

મળેલી બાતમીને સાચી માનીએ તો, એક ટ્રાવેલ એજન્ટે ગૌરાંહ દોષી પર પૈસાની હેરાફેરીનો આરોપ નીલગાડયો છે. એજન્ટનું કહેવું છે કે,ગૌરાંગે તેને બે લાક દિરહમ બિલ એટલે કે રૂપિયા ૪૦ લાખની ચુકવણી કરી નથી. પરિણામે તેણે ફરિયાદ નોંધાવતા દુબઇની પોલીસે ગૌંરાંગ દોશીની ધરપકડ કરી છે. તે છેલ્લા સાત દિવસની જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયો છે. જોકે તેના એક પ્રોડકશન હાઉસે આ વાતને અફવામાં ખપાવી છે કે, જો ગૌરાંગ દુબઇની પોલીસ કસ્ટડીમાં હોત તો તેને આ વાતની જાણકારી હોત એમ કહીને આ વ્યક્તિએ ગૌરાંગનો પક્ષ લીધો છે. 

ગૌરાંગ એક વેબ શો સેવંથ સેન્સની શૂટિંગ માટે દુબઇ ગયો હતો. ત્યાં તેની સાથે લગભગ દોઢસો જણાની ટીમ હતી. જેમાં અભિનેતા આર માધવન પણ સામેલ છે. આ પૂરી ટીમનો ખર્ચ ગૌરાંગ દ્વારા બુક કરવામાં આવેલા એક ટ્રાવેલ એજન્ટની જવાબદારી હતી. 

કહેવાય છે. ગૌરાંગ અને વેબ શોના ફાઇન્સર સોહેલમ ોહમ્મદ સાથે ગૌંરાગને મતભેદ થઇ જતા તે આ સીરીઝમાંથી નીકળી ગયો હતો. એટલું જ નહીં વધુ પડતા એકટ્રસોને પણ સાઇનિંગ અમાઉન્ટના ૨૦ ટકા ટોકન મની આપીને દુબઇ બોલાવામાંઆવ્યા હતા તેમજ તેમને બાકીના પૈસા દુબઇમાં આપવામાં આવશે એમ કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમ થયું નહીં. 

ઉલ્લેખનીય છે કે, ગૌરાંગે આંખે, દીવાર જેવી અન્યો ફિલ્મો આપી છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r7xmOi
via IFTTT

Comments