છાપી,તા.30 જાન્યુઆરી 2021, શનિવાર
વડગામ તાલુકા ના પ્રસિદ્ધ સેંભરગોગ મહારાજ ના મંદિર ના પ્રવેશ દ્રાર આગળ શનિવાર ની વહેલી સવારે રીંછ લટાર મારતું હોવાનો વિડીયો વાયરલ થતાં પંથક માં ફફડાટ વ્યાપી ગયો હતો.
વડગામ તાલુકામાં આવેલ સેંભરગોગ મંદિર આગળ હિંસક રીંછ લટાર મારતું હોવાનો વિડીયો વાયરલ થતાં આસપાસ ના ગામો માં લોકો ભય ના માહોલ જોવા મળી રહયો છે દશ દિવસ પૂર્વે તાલુકા ના હરદેવાસણા - કાલેડા વચ્ચે પણ રીંછે દેખા દીધી હતી દરમિયાન રીંછ આવ્યા ની જાણ થતાં તાલુકા તેમજ દાંતા ના વનઅધિકારીઓ એ રીંછ ની તપાસ હાથ ધરી હતી જોકે રીંછ જંગલ તરફ જતું રહેતાં લોકો એ હાશકારો મળ્યો હતો જંગલો નો વિસ્તાર ઘટતાં વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તાર તરફ લટાર મારતાં લોકો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NUoTjv
via IFTTT
Comments
Post a Comment