પાલનપુર તા.31 જાન્યુઆરી 2021, રવિવાર
બનાસકાંઠા જિલ્લામાં સગીરાઓની જાતીય સતામણી અને તેમને લલચાવી ફોસલાવી ભગાડી જવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો જે વચ્ચે વાવ તાલુકાના ધરાધરા ગામની એક સગીરાને જાન થી મારી નાખવાની ધમકી આપીને તેની સાથે બળજબરી પૂર્વક વારંવાર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે .તેમજ પાલનપુર તાલુકાના કોટડા (ચાં) ગામે પણ એક સગીરા ને લલચાવી ફોસલાવી જે ભગાડી જવામાં આવી હતી .જોકે સગીરાના પરિવારે ભારે શોધખોળ કરી ને સગીરાને ભીલડી પાસે થી ઝડપી પાડી હતી અને તેને ભગાડી જનાર યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત મુજબ વાવ તાલુકાના ધરાધરા ગામે રહેતા એક ગરીબ પરિવારની ૧૪ વર્ષની કિશોરીને ગામના સુરેશ કરશનભાઇ ઠાકોરે જાન થી મારી નાખવાની ધમકી આપી ને વારંવાર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું .જોકે દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ પોતાની આપવીતી પરિવારને જણાવતા પીડિત કિશોરીની માતાએ પોતાની પુત્રીને હવસનો શિકાર બનાવનાર ધરાધરાના સુરેશ કરશન ઠાકોર વિરુદ્ધ વાવ પોલીસ મથકે બળાત્કાર,પોકસો અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે .
જ્યારે પાલનપુર તાલુકાના કોટડા ગામે પશુપાલનનો વ્યવસાય કરતા એક પરીવારની ૧૫ વર્ષીય સગીરાને બાજુમાં રહેતો હરેશ જયંતિલાલ વાલ્મિકી લલચાવી ફોસલાવીને વહેલી સવારે રીક્ષામાં ભગાડી ગયો હતો .જોકે બનાવ અંગે પરીવારને જાણ થતાં તેમને સગીરાની ભારે શોધખોળ હાથ ધરી હતી .જેમાં સગીરા અને તેને ભગાડી જનાર યુવક ભીલડી નજીક થી મળી આવ્યા હતા જેને લઈ સગીરાના પિતાએ પોતાની પુત્રીને ભગાડી જનાર યુવક વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pzMeEQ
via IFTTT
Comments
Post a Comment