પાલનપુર,તા.31 જાન્યુઆરી 2021, રવિવાર
પાલનપુર નગરપાલિકા ની ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોનો મિજાજ પણ આકરો બની રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. તો કેટલાય વિસ્તારો બારેમાસ ગંદા પાણીના ભરાવાની સમસ્યા વેઠી રહ્યાં છે જેમાં તૂટેલા રોડ રસ્તા અને ઉભરાતી ગટરો જેવી સમસ્યાને લઈ લોકો દ્વારા અનેકવાર પાલિકામાં મૌખિક તેમજ લેખિક ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ અગાઉના શાસકો દ્રારા લોકોની સમસ્યાઓનું સમાધાન કરવામાં ન આવતા પાલિકાની આ ચૂંટણીમાં લોકોની કાયમી સમસ્યાઓ ઉમેદવારોને મુંજવણમાં મુંઝવણમાં મૂકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજીકીય ચહલ પહલ તેજ બનતા તેમજ નગરસેવક બનવા માંગતા કોંગ્રેસ ભાજપના ટીકીટ વાત્સુકો પોતપોતાના વોર્ડમાં જન સંપર્ક શરૃ કર્યો છે. ત્યારે લોકો પોતાના વિસ્તારની કાયમી સમસ્યાઓને લઈ અવાજ ઉઠાવવા લાગ્યા છે. જેમાં પાલિકાના શાસકો દ્રારા શહેરના કોટ અંદરના વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી સફાઈ તેમજ ગંદકીની દરકાર લેવામાં આવતી ન હોઈ અને આ વિસ્તારના સાવ બિસ્માર જાહેર માર્ગોનું નવીનીકરણ લાવવામાં ન આવતા નાની બજાર, તીનબત્તી, સલેમપુરા, મફતપુરા મીરગેટ,સોનબાગ, ગણેશપુરા સહિતના અનેક વિસ્તારો વાહન ચાલકો અને રાહદારીઓ ને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી ઓ વેઠવી પડી રહી છે. તેમજ ગણેશપુરા આંબાવાડીના રહેણાંક વિસ્તારમાં બારેમાસ ગટર ના દૂષિત પાણીના ભરવાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જોકે નગર પાલિકાના અગાઉના શાસકો સત્તાના મદમાં લોકોની કાયમી સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન કર્યા હોય આગામી ચૂંટણીમાં રાજકીય પક્ષના ઉમેદવારોને પોતાના ચૂંટણી પ્રચારમાં અનેક સમસ્યાઓથી ત્રસ્ત લોકો ના રોષનો ભોગ બનવું પડે તો નવાઈ નહિ.
વોર્ડ-11માં બારેમાસ ચોમાસુ નજારો જોવા મળે છે
પાલનપુર પાલિકાના વોર્ડ નં ૧૧ માં આવતા ગણેશપુરા વિસ્તારમાં તો ઉભરાતી ગટરોને લઈ અહીં બારેમાસ ચોમાસુ નજારો જોવા મળે છે. અને આંબાવાડી રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કોઈજ વ્યવસ્થા કરવામાં ન આવતા ચોમાસામાં આ વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે અને બાકીના મહિનાઓમાં ગટરનું દૂષિત પાણી ભરાઈ રહેતા લોકોને ઘર બહાર નિકળવું મુશ્કેલ બની રહ્યું છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oJe6W5
via IFTTT
Comments
Post a Comment