મુંબઈ,તા. 31 જાન્યુઆરી 2021, રવિવાર
લગભગ સાડા ૧૦ મહિનાની પ્રતિક્ષા બાદ મુંબઈની લાઇફલાઇન લોકલના દ્વાર સામાન્ય પ્રવાસીઓ માટે સમયની મર્યાદા સાથે ફરી ખોલવામાં આવ્યા છે. સોમવારથી લોકલ ટ્રેનોમાં સામાન્ય પ્રવાસીઓને પ્રવાસની પરવાનગી અપાઈ છે, પરંતુ તેમને પરવાનગી હોય તેવા સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેલવે પ્રશાસને પણ કમર કરી છે.
સબર્બન રેલવે સ્ટેશનો પર આરપીએફના જવાનોને તૈનાત કરાશે જેથી પ્રવાસીઓની સુરક્ષા પર ધ્યાન આપી શકાય તે સિવાય રેલવેએ ઠેકઠેકાણે ટીસી તેમજ ૯૦૦૦ થી વધુ આરપીએફ જીઆરપી તેમજ મહારાષ્ટ્ર પોલીસના જવાનો તૈનાત રહેશે.
સોમવારથી બધા જ સ્ટેશનના બધા પ્રવેશદ્વાર ખોલી દેવામાં આવશે. સબર્બન સ્ટેશનો પર કોરોના વાયરસને કારણે બંધ મૂકાયેલા એસ્કેલેટર્સ અને લિફ્ટ પણ શરૂ કરી દેવાશે તેની સાથે જ ટિકીટ કાઉન્ટર્સ અને એટીવીએમ મશીનોની સેવા પણ શરૂ કરાશે.
ભીડભાડ વાળા સ્ટેશનો પર ગિરદીનું વ્યવસ્થાપન કરવા વધુ મનુષ્યબળ રાખવામાં આવશે. સ્ટેશનની બહાર પણ ગિરદીનું વ્યવસ્થાપન કરવા સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવશે.
માસ્ક પહેરવું ફરજિયાત રહેશે તેમજ માસ્ક ન પહેરતા પ્રવાસીઓ પાસેથી પાલિકા દંડ પણ વસૂલશે. તે સિવાય પ્રવાસીઓ તેમના સમય દરમ્યાન જ મુસાફરી કરે છે કે નહીં તેનું ધ્યાન રાખવા પણ ગમે ત્યારે ટિકીટ ચેકિંગ કરાશે.
લોકલના કોચને સેનિટાઈઝ્ડ કરાશે તેમજ દરેક સ્ટેશનો પર કોરોના વાયરસથી બચવા માટેના નિયમોનું પાલન કરવાની સૂચના પણ વારંવાર અપાશે તે સિવાય પ્રવાસીઓમાં જાગૃતિ લાવ્યા સ્ટેશનો પર જુદા જુદા પોસ્ટર્સ પણ લગાડવામાં આવશે.
જૂના પાસની મુદત લંબાવી અપાશે
સામાન્ય નાગરિકોને લોકલમાં લગભગ ૧૦ મહિના બાદ પ્રવાસની પરવાનગી અપાઈ છે તેથી જૂના પાસની મુદત વધારાશે કે કેમ તેવો પ્રશ્ન પ્રવાસીઓને થયો હતો, પરંતુ રેલવેએ પાસની મુદત વધારી અપાશે તેવી સ્પષ્ટતા કરી છે, પરંતુ તે માટે પ્રવાસીઓએ ટિકીટબારી પર જઈને એકસ્ન્ન્શન લેવું પડશે.
પ્રવાસીઓની ગિરદી જોયા બાદ પાંચ ટકા લોકલની ફેરી વધારવાનો નિર્ણય
હાલ રેલવેમાં ધસારાના સમય સિવાય સામાન્ય નાગરિકોને પ્રવાસની પરવાનગી અપાઈ હોવાથી ઓછી સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરી કરશે તેવી આશા રેલવેને છે, તેમ છતાં પણ જો ગિરદી વધશે તો એક સપ્તાહ નિરિક્ષણ કર્યા બાદ ટ્રેનોની ફેરી વધારવા અંગે નિર્ણય લેવાશે.
યુટીએસ દ્વારા ટિકીટ નહીં કઢાવી શકાય
ટિકીટબારી તેમજ એટીવીએમની લાઈનથી કંટાયેલા પ્રવાસીઓ માટે રેલવેએ ઓનલાઈન ટિકીટનો વિકલ્પ યુટીએસ તરીકે આપ્યો હતો. અનરીઝર્વ્ડ ટિકીટ સિસ્ટમની મદદથી પ્રવાસીઓ તેમના સ્માર્ટફોન તેમજ ઇ વોલેટની મદદથી ઝડપતી ટિકીટ કઢાવી શકતા હતા, પરંતુ હાલ મર્યાદિત કલાક માટે જ પ્રવાસની પરવાનગી હોવાથી આ એપની સુવિધા પ્રવાસીઓ નહીં ઉપાડી શકે.
મહિલાઓ કયા સમયે પ્રવાસ કરી શકશે
મહિલાઓ સવારે સાત વાગ્યા સુધી ત્યારબાદ સવારે ૧૧ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી અને છેવટે સાંજે સાત વાગ્યા પછી છેલ્લી ટ્રેન સુધી મહિલા પ્રવાસીઓ સબર્બન રેલવે ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YyLSme
via IFTTT
Comments
Post a Comment