કચ્છના કાશ્મીર નલિયામાં ગાત્રો ગાળતી ઠંડી : ૩.પ ડિગ્રી

ભુજ,શનિવાર

હવામાન ખાતાએ આપેલી શીતલહેરનો દો જારી રહેવાની ચેતવણી સાચી ઠરત વધુ એક રાત્રિ કાતિલ ઠંડી અનુભવાઈ હતી. કચ્છના ચારેય માથકો પર તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. કચ્છના કાશ્મીર નલિયામાં એક ડિગ્રી જેટલો ઘટાડો થઈને પારો ૩.પ ડિગ્રીના આંકે અટક્યો હતો. કંડલા (એરપોર્ટ) કેન્દ્રમાં ૮ ડિગ્રી, ભુજમાં ૧૧ ડિગ્રી અને કંડલા પોર્ટમાં ૧૧.પ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.

ડિસેમ્બરના બીજા પખવાડીયાથી ખણી પ્રદેશમાં બરફવર્ષા થઈ રહી છે તેની શીતલહેરને પગલે જિલ્લામાં ઠંડીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. જનજીવન ભારે પ્રભાવિત થયું છે. બાળકો, મહિલા થા સીનીયર સીટીઝનોને મુશ્કેલી પડી રહી છે. નલિયામાં મોટા ભાગે સીઝનમાં તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં રહેવા પામ્યો છે. હાડ થીજવતી ઠંડી પડી રહી છે લઘુત્તમ તાપમાન ૩.પ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યનું સૌથી ઠંડુ માથક રહ્યું હતું.

ભુજમાં ઠંડા પવનો ફુંકાતા ટાઢોડુ છવાઈ ગયું છે. લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું હતું. દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડી રહી છે. રાત્રિના સમયે ઠેરઠેર લોકો તાપણા કરી ઠંડી સામે રક્ષણ મેળવવા પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. પવનની ગતિ ઘટી ૩ કિ.મી.ની અને દીશા ઉત્તર પૂર્વની રહી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૪૮ ટકા અને સાંજે  ર૦ ટકા નોંધાયું હતું.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36r2osM
via IFTTT

Comments