મહેસાણા, તા.30 જાન્યુઆરી 2021, શનિવાર
મહેસાણા શહેર ખાતે શુક્રવારે આંગણવાડી કાર્યકર બહેનોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ રસી લીધા બાદ કેટલીક બહેનોને ચક્કર તો માથું દુઃખવું અને તાવની ફરિયાદ ઉઠી હતી અને વેક્સિન સેન્ટર પર બહેનોને હાજર તબીબોએ ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર પણ આપવામાં આવી હતી. તમામની તબીયત સુધારા પર હોવાનું કાર્યકરો દ્વારા જણાવાયું છે.
મહેસાણામાં ફ્રન્ટલાઈન વોરીયર્સ જેમાં આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો સહિત કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતના સમયગાળાથી વેક્સિનની કામગીરી આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં અલગ અલગ સ્થળે કરવામાં આવી રહી છે. મહેસાણા શહેર ખાતે પણ શુક્રવારે ૨૫થી વધારે આંગણવાડી કાર્યકર બહેનોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ રસી લીધા બાદ કેટલીક બહેનોને ચક્કર તો કેટલાકને માથું ભારે થઈ જવું તો હાથ પર દુઃખાવા અને તાવ આવવાની ફરિયાદ કરી હતી. જોકે વેક્સિનેશન સેન્ટર પર ઉપસ્થિત તબીબોએ આ બહેનોને સારવાર આપી હતી. જો કે સારવાર બાદ તેમની તબીયત સુધારા પર છે. મહેસાણા ખાતે નામ ન આપવાની શરતો પર કેટલીક આંગણવાડી કાર્યકર બહેનોએ આ વિગતો આપી હતી અને જણાવેલ કે રસી લીધા બાદ બેનને ચક્કર આવતા વેક્સિન સેન્ટરમાં દાખલ કરવા પડયા હતા. જોકે સારવાર બાદ તેમની તબીયત સુધરી હતી.
વેક્સિન લીધાના બીજા દિવસે પણ માથું ભારે લાગે છે
એક આંગણવાડી કાર્યકર બહેને જણાવ્યું હતું કે શુક્રવારે મેં કોરોનાની રસી લીધી હતી. જોકે મારે દાઢમાં દુઃખાવાની દવા લીધી હતી અને વેક્સિન પણ લીધી હતી. જોકે બીજા દિવસે પણ માથું ભારે લાગે છે અને તાવ પણ આવ્યો હતો.
ચક્કર આવવા અને હાથમાં દુઃખાવો થાય છે
એક આંગણવાડી કાર્યકરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મારે બ્લડ પ્રેશરની તકલીફ છે અને શુક્રવારે કોરોનાની રસી લીધા બાદ મને ચક્કર આવતા મને સારવાર અપાઈ હતી. જોકે અત્યારે માથામાં દુઃખાવો અને હાથમાં દુઃખાવો રહે છે. જોકે તબીયત સુધારા પર છે.
ચક્કર અને તાવ સામાન્ય રહેશે
આ અંગે આંગણવાડી અધિકારી સુત્રોમાંથી મળેલ વિગતો મુજબ કોરોનાની રસી લીધા બાદ સામાન્ય તાવ ને ચક્કર કે માથામાં દુઃખાવાની સામાન્ય ફરિયાદ રહેશે. કોરોનાની રસી લીધા બાદ આવા લક્ષણો સામાન્ય જોવા મળશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L9Sa8M
via IFTTT
Comments
Post a Comment