સિદ્ધપુરમાં રાજપુર અને કુંવારા ગામમાં ચૂંટણીબહિષ્કાર કરતા બેનરો

સિધ્ધપુર,તા.30 જાન્યુઆરી 2021, શનિવાર

સિદ્ધપુર માં આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાર્ડ નં. ૨ નો વિસ્તાર રાજપુરમાં સ્થાનિક સમસ્યાઓનો તેમજ તાલુકાના કુંવારા ગામમાં પણ ગામના પ્રશ્નોનો નિકાલ ન કરવામાં આવતા ચૂંટણી ના બહિષ્કાર ના બેનરો લગાવવામાં આવ્યા હતા.

સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં ૨ મા આવેલ રાજપુર વિસ્તારના કેટલાક સ્થાનિક સમસ્યાઓનો નિકાલ ઘણાં વર્ષોથી ન કરવામાં આવતા આગામી ૨૮ મી ફેબ્રુઆરી ના રોજ આવનાર ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવતા રહીશો દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં બેનરમાં ધરાજપુર વિસ્તારનો ઓવરબ્રિજ નહીં તો ચૂંટણી નહીંધ. તેમજ સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામમાં પણ ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જેમાં ગામમાં રાહીશો દ્વારા માંગણીઓ કરવામાં આવી હતી જેમાં કુંવારા થી વરશીલા જવાનો મુખ્ય માર્ગ, કુંવારા થી ધનપુરા વાઘરોલ રોડ, પાણી ની સમસ્યા તેમજ નહેરની તથા ગામના મુખ્ય તળાવ તેમજ ગૌચરના તળાવો ભરાતા નથી. જેવા સ્થાનિક સમસ્યાઓનો નિકાલ કરવામાં ન આવતા બહિષ્કાર ના બેનરોમાં અમારા ગામમાં ભાજપ કે કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો એ ચૂંટણી ના પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં. આગામી સમયમાં આવનાર ચૂંટણી માં પ્રજાનો મૂડ કેવી રહેશે એતો હવે ચૂંટણી સમયે જ નક્કી થશે તેવું લોકચર્ચાઈ રહ્યું છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oypkwg
via IFTTT

Comments