મુંબઈ, તા. 31 જાન્યુઆરી 2021, રવિવાર
લગ્નના નવ વર્ષ બાદ પત્નીની આત્મહત્યા માટે આરોપી દર્શાવેલા પતિને બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે દોષમુક્ત કરીને જણાવ્યું હતું કે પત્ની પાસેથી પૈસાની માગણી કરવી એ સતામણી ગણી શકાય નહીં.
પતિ તેને પૈસા માટે મારતો હતો અને બંને વચ્ચે ઝઘડા થતા હતા. એવો પુરાવો છે. પૈસાની માગણી કરવી એ અસ્પષ્ટ વાત છે અને અન્ય વિગતોના અભાવે સતામણીના ગુનો બનતો નથી, એમ ન્યા. પુષ્પા ગનેડીવાલાએ નોંધીને અરજદાર પ્રશાંત મરેની અપીલને માન્ય કરી હતી.
પતિના વર્તન પર આધાર રાખીને કોર્ટે અર્થઘટન કર્યું હતું કે તેને પત્નીનો સાથ જોઈતો હતો તેને ગુમાવવા નહોતો માગતો. સમયાંતરે પીયરેથી તેને પાછો બોલાવતો અને સમાગમના અધિકાર માટે નોટિસો મોકલી હતી.
મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમની પુત્રીને પતિ અને સાસરિયા દહેજ માટે ત્રાસ આપતા હતા. યવતમાળ સેશન્સ કોર્ટે પતિને કસૂરવાર ઠેરવીને ત્રણ વર્ષની જેલ કરી હતી. સજાને હાઈકોર્ડમાં પડકારાઈ હતી.
ન્યા.એ નોંધ્યું હતું કે તેમની સગીર પુત્રીએ જુબાનીમાં જણાવ્યું હતું કે તેના પિતાએ માતાને મારી હતી અને ઝેર પીવા દબાણ કર્યું હતું. તેમ છતાં સરકારી પક્ષે આત્મહત્યાની નોંધ કરી એ આશ્ચર્યની વાત છે. સરકારી પક્ષ પાસે એવું દર્શાવવાનું કોઈ સાહિત્ય નથી કે તેણે પત્નીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરી હોય, એમ કોર્ટે નોંધ્યું હતું.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r0Q2PU
via IFTTT
Comments
Post a Comment