ભુજ,શનિવાર
આગામી માસે સૃથાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા કચ્છ માટે ઉમેદવારોના સેન્સ લેવા માટે નિયુક્ત કરાયેલા નિરિક્ષકોના વિશ્લેષણનો આજે છેલ્લા દિવસ હતો. આજે છેલ્લા દિવસે અંજાર તાલુકા શહેરના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા.
રાજયના અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ સેન્સ લેવાની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપ દ્વારા કચ્છ માટે ત્રણ નિરિક્ષકોની નિયુક્તિ કરાઈ હતી. કચ્છમાં ત્રણ દિવસ સેન્સ પ્રક્રિયા ચાલી હતી. આજે સેન્સ લેવાના છેલ્લા દિવસે અંજાર શહેર તેમજ તાલુકાના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. જિલ્લા, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળી તેમની યાદી એકઠી કરવામાં આવી છે. ભુજની ડોસાભાઈ ધર્મશાળા ખાતે પ્રભારી મંત્રી, પ્રદેશ ભાજપ મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય દ્વારા આ ત્રણ દિવસ દરમિયાન દાવેદારોને સાંભળીને મનોમંથન કરવામાં આવ્યુ હતુ.
આજે અંતિમ દિવસે દાવેદારોને સાંભળ્યા બાદ બપોર બાદ કામગીરી સંપન્ન કરાઈ હતી. આ ત્રણ દિવસ ચાલેલી વિશ્લેષણ પ્રક્રિયાનું અંતિમ ચિત્ર જિલ્લા સંકલન સમિતિ સમક્ષ રજુ કરવામાં આવશે. છેલ્લા અભ્યાસ બાદ અંતિમ પેનલ પ્રદેશ પાર્લામેન્ટરીમાં મોકલવામાં આવશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ozCr04
via IFTTT
Comments
Post a Comment