અભિમન્યુ સિંહ આગામી ફિલ્મમાં વિલનના પાત્રમાં જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.30 જાન્યુઆરી 2021, શનિવાર

અક્ષય કુમારની આગામી ફિલ્મ બચ્ચન પાંડે હાલ ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જ આ ફિલ્મના અક્ષયનું લુક જોવા મળ્યું હતું. હવે આ ફિલ્મમાં વિલન તરીકે અભિમન્યુ સિંહ જોવા મળવાનો છે. 

અક્ષય કુમાર સાથેઆ ફિલ્મમા ંઅભિમન્યુ સિંહ ઉપરાંત કૃતિ સેનોન, જેકવેલિન ફર્નાડીસ, પંકજ ત્રિપાઠી, પ્રતિક બબ્બર અને અરશદ વારસી જોવા મળવાના છે. શૂટિંગ જાન્યુઆરીથી  જેસલમેરમાં શરૂ થઇ ગયું છે અને તે બે મહિના સુધી ચાલવાનું છે. 

અભિમન્યુ સિંહ બોલીવૂડ, ભોજપુરી અને સાઉથની ફિલ્મોમાં જોવા મળ્યો છે. તેણે હુલાલ, મોમ, ઝજ્બા, ગોલિંયો કી રાસલીલા-રામલીલા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. આ એક એકશન ફિલ્મ હશે જેમાં બોબી દેઓલ અને રિતેશ દેશમુખ પણ મહેમાન ભૂમિકામાં જોવા મળવાના છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YwRSvu
via IFTTT

Comments