કચ્છમાં નર્મદાના વધારાના ૧ એમએએફ નીર આપવાની જાહેરાતનું સૂરસૂરિયું

ભુજ,શનિવાર

કચ્છને વર્ષ-૨૦૦૬માં નર્મદાના વાધારાના એક એમએએફ પાણીમાંથી એક એમએએફ પાણી ફાળવાયા હતા. ગુજરાત સરકારની આ જાહેરાતને ૧૪ વર્ષ વીતી ગયા તેમ છતા આ જાહેરાતની અમલવારી આગળ ધપી શકી નાથી. પરિણામે, કચ્છ નર્મદા નીરાથી તરસ્યુ રહે છે. વખતોવખત રજુઆત કરવા છતા આ દિશામાં કોઈ કામગીરી કરવામાં આવતી નાથી.

કચ્છને ફાળવાયેલા વાધારાના પાણીની બાધી જ લીંક કેનાલના કામો તાત્કાલીક ચાલુ કરાવી બે વર્ષમાં તેને પરિપૂર્ણ કરવાની રજુઆત છે. આવુ થવાથી કચ્છની ૧૦ લાખ એકર જમીનમાં સિંચાઈ થઈ શકે તેમ છે. વર્તમાન સમયમાં બાધા પ્રકારના ખર્ચ બાદ કરતા એક એકરે ખેડૂતને ઓછામાં ઓછો ૧૫ હજાર રૃપિયાનો નફો થાય તેમ છે. પરંતુ, નર્મદાના પુરતા નીર નહિં મળવાથી કચ્છનો ખેડુત દર વર્ષે ૧૫૦૦ કરોડની આવક ગુમાવી રહ્યો છે.

કચ્છને ફાળવાયેલા વાધારાના એક એમએએફ પાણીનો ખર્ચ વર્ષ-૨૦૧૦માં ૪૮૦૦ કરોડ અંદાજવામાં આવ્યો હતો. જો આજની તારીખમાં ૧૦૦૦૦ કરોડ પહોંચે તેવી શકયતા છે. જો કે, ગુજરાત સરકારે પોતાની બજેટકીય જોગવાઈમાં માત્ર ૧૦૦ કરોડ ફાળવી કચ્છની જનતાની હાંસી ઉડાવી છે. નાણાંકીય વર્ષના ચાર મહિના વીતી ગયા છતા આ ૧૦૦ કરોડના કામનો આરંભ નાથી કરાયો.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MFWZXP
via IFTTT

Comments