પુરૃષોની ૪૯ કિલોગ્રામ વજન કક્ષામાં ભુજના યુવાને મેદાન માર્યું

ભુજ,શનિવાર

તાજેતરમાં અમદાવાદખાતે રાજયકક્ષાની પાવર લિફટીંગ સ્પાર્ધા યોજાઈ હતી. સીનીયર કેટેગરીમાં યોજાયેલી આ સ્પાર્ધામાં ગુજરાતમાંથી ૧૮૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

જેમાં, પુરૃષોની ૪૯ કિલોગ્રામ વજન કક્ષામાં ભુજના યુવાને મેદાન માર્યુ હતુ. પાવર લિફટીંગ સ્પોર્ટસ એસોશિએશન ગુજરાત દ્વારા આયોજીત આ સ્પાર્ધા સ્ટુડીયો-૫૭ થલતેજ અમદાવાદ ખાતે યોજાઈ હતી.

જેમાં, ૪૯થી ૬૬ કિલોગ્રામ વજનમાં ભુજના ખેલાડી સમેજા ઝુબેર યાસીને કુલ ૪૨૦ કિલોગ્રામ વજન ઉંચકીને કચ્છનું નામ રોશન કર્યુ છે. તેઓ સ્કવેટમાં ૧૪૫, બેંચપ્રેસ અને ડેડલીફટમાં ૧૭૦ કિલો ઉંચકીને તૃતીય કક્ષાએ નંબર હાંસલ કર્યુ છે. ઝુબેર હાલ લેક્રોસ જીમમાં ફિટનેશ ટ્રેનર તરીકે સેવા આપી રહ્યા છે. આગામી રાષ્ટ્રીય કક્ષાએ કોઈમ્બતુરમાં યોજાનારી સ્પાર્ધામાં ભાગ લેશે. રાષ્ટ્રીય કક્ષાના ખેલાડી નિખિલ મહેશ્વરી ટ્રેનીંગ આપી રહ્યા છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pyCeeZ
via IFTTT

Comments