ઉત્તર ગુજરાતમાં આજથી ધો. 9 અને 11ના વર્ગોમાં છાત્રોની ચહલપહલ

મહેસાણા, તા. 31 જાન્યુઆરી 2021, રવિવાર

અગાઉ રાજ્ય સરકારની મંજુરી બાદ છેલ્લા ૧૦ મહિના પછી ધો. ૧૦ અને ૧૨ની શાળાઓ શરૃ કરવામાં આવી હતી. ક્રમશઃ અન્ય વર્ગો પણ શરૃ કરવા શિક્ષણ વિભાગે તૈયારીઓ કરી હતી. જેમાં આજથી ધો. ૯ અને ૧૧ ના વર્ગો શરૃ કરવા મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ૧૨ મહિનાથી સૂમસામ પડેલી શાળાઓમાં વિદ્યાર્થીઓની ચહલપહ શરૃ થનાર છે. જેમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન તેમજ માસ્ક પહેરીને આવવા તાકીદ કરવામાં આવી છે. 

કોરોના મહામારીને કારણે શાળા, કોલેજો બંધ થતા વિદ્યાર્થીઓમાં તેની વિપરીત અસરો જોવા મળતી હતી. વળી ઓનલાઈન શિક્ષણને કારણે તેમની માનસિક સ્થિતિ પણ તનાવપૂર્ણ બની હતી. દરમિયાન કોરોના સંક્રમણમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળા, કોલેજો શરૃ કરવા પ્રક્રિયા હાથ ધરી હતી. જેના ભાગરૃપે એક સપ્તાહ અગાઉ ધો. ૧૦ અને ૧૨ ના વર્ગો શરૃ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સોમવારથી ધો. ૯ અને ૧૧ ની શાળાઓ શરૃ કરવા મંજૂરી આપવામાં આવી છે.  મહેસાણા જિલ્લામાં ધો. ૧૦ અને ધો. ૧૨ નું કોરોનાની ગાઈડલાઈન અનુસાર એક સપ્તાહ ઉપરાંતથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણકાર્યનો પ્રારંભ થઈ ચુક્યો છે. કોરોનાના કેસોમાં ઘટાડો થતા રાજ્ય સરકારે ધો. ૯ અને ધો. ૧૧ ના વર્ગો પણ ચાલુ કરવા આદેશ કર્યો છે.

જે પગલે મહેસાણા જિલ્લામાં પણ સોમવારથી ધો. ૯ અને ધો. ૧૧ ના વર્ગો શરૃ કરવા જિલ્લા શિક્ષણ વિભાગ અને શાળાઓ દ્વારા કાર્યવાહી શરૃ કરી દીધી છે. મહેસાણા જિલ્લામાં ધો. ૯ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ મળી ૩૧૮૨૫ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જ્યારે ધો. ૧૧ માં ૧૯૨૯૭ વિદ્યાર્થિનીો અને વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ત્યારે સોમવારથી આ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ પુરું પાડવામાં આવશે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oHyc2Y
via IFTTT

Comments