હિમાલયપુત્રોને 7 દાયકે પ્રકાશમાં લાવતા અજોડ સાહસની દાસ્તાપન

- જાન્યુઆરી 16ના રોજ નેપાળી શેરપાઓએ જગતના સૌથી કઠિન K2 શિખરે ભરશિયાળે આરોહણ કરીને નવો ઇતિહાસ રચ્યો અને જૂનો બદલ્યો પણ ખરો!


જાન્યુપઆરી ૧૦, ૨૦૨૧ના રોજ આખરે નસીબ આડેનું પાંદડું ખસ્યુંં. એકાદ અઠવાડિયા સુધી ચાલેલી હિમની આંધી શમી અને વાદળો હટી જતાં આકાશ ચોખ્ખું બન્યુંચ. હવે આરોહણમાં જરાસરખોય વિલંબ ન કરાય. સાહ‌સિક ટુકડી કેમ્પદ-૨ પહોંચી, પણ નજર સામેનું દૃશ્યર જોતાંવેંત સૌની છાતીનાં પાટિયાં બેસી ગયાં.

----------------------

ચલણી સિક્કાની જેમ ઇતિહાસને પણ બે બાજુ હોય છે. અભ્યાસપૂર્ણ પુસ્તકો તેમજ અધિકૃત પાઠ્યપુસ્તકો તરીકે સ્વીકાર્ય બનેલો ઇતિહાસ જો આપણી નજર સામે રહેતી બાજુ છે, તો બીજી (ઓઝલ ને અજાણી) બાજુ એટલે અમુક એવાં ઐતિહાસિક ­પ્રસંગો તેમજ પાત્રો કે જેમને ઇતિહાસકારો નોંધવાનું અથવા પૂરતો ન્યાય આપવાનું જાણ્યે-અજાણ્યે ચૂકી ગયા. ઇતિહાસને ક્યાંક તોડવા-મરોડવામાં આવ્યો, તો ક્યાંક ઇતિહાસનાં અમુક પાત્રો માટે યોગ્ય ન્યાય તોળવાનું જરૂરી માનવામાં ન આવ્યું. પ્રસ્તુુત લેખમાં એવાં કેટલાંક પાત્રોની વાત છે જેમને સંજોગોએ ઇતિહાસની પાછલી બાજુએ ધકેલીને ભુલાવી દીધાં. ઘણાં વર્ષે આજે એક બનાવે તેમને પ્રકાશમાં લાવી દીધાં છે.

આ માટે નિમિત્ત બન્યા  એ નેપાળી સાહસિક શેરપાઓ કે જેઓ થોડા દિવસ પહેલાં જગતના સૌથી કઠિન ‌િહમશિખર ગોડવિન આસ્ટિસન (K2)ને ભર શિયાળે સર કરી આવ્યા. પર્વતારોહણનો અભૂતપૂર્વ વિક્રમ તેમણે સ્થા પી દીધો જે મોટે ભાગે તો તૂટવાનો નથી. અલબત્ત, તેમના દિલધડક સાહસની વાત કરતાં પહેલાં ઇતિહાસમાં લગભગ સાત દાયકા પીછેહઠ કરવા જેવી છે. કારણ કે વર્તમાનમાં શેરપાઓએ દાખવેલા પરાક્રમનાં બીજ સાત દાયકા પહેલાં રોપાયાં હતાં.

વર્ષ ૧૯પ૩, મહિનો મે, તારીખ ૨૯ અને સમય સવારના ૧૧ઃ૩૦ વાગ્યાનો. ન્યૂ‍ ઝિલેન્ડઅના એડમન્ડ  હિલેરી અને નેપાળના શેરપા તેનઝિંગ નોર્ગે તે ઐતિહાસિક ઘડીએ હિમાલયના તેમજ જગતના સૌથી ઊંચા હિમશિખર માઉન્ટન એવરેસ્ટગની ટોચે પહોંચ્યાએ. માનવજાત માટે લગભગ ૧૦૦ વર્ષ સુધી અજેય રહેલા ૨૯,૦૩૧ ફીટ ઊંચા નગાધિરાજે હિલેરી-તેનઝિંગના સંયુક્ત સાહસ સામે નમતું જોખ્યુંઅ.

આ સિદ્ધિ બદલ બન્નેઅ સાહસિકો માન-સમ્માીન, પુરસ્કાજર તેમજ ખિતાબના સમાન હકદાર હતા. પરંતુ તત્કાલલીન મીડિયાથી માંડીને ઇતિહાસકારોએ વધુ પ્રાધાન્યધ એડમન્ડ્ હિલેરીને દીધું. બ્રિટનની રાણી એલિઝાબેથે લંડનના બકિંગહામ પેલેસમાં ભારે દબદબાભરી Knighthood/ નાઇટહૂડ વિધિમાં એડમન્ડે હિલેરીને ‘સર’નો ખિતાબ આપ્યો. આ માનભર્યો હોદ્દો તેનઝિંગ નોર્ગેને પણ આપી શકાયો હોત, કેમ કે અન્યં દેશના અગ્રણી વ્યhક્તિને ‘સર’ના ઇલકાબ વડે નવાજવાનું બ્રિટિશ સરકારે પ્રાવધાન રાખ્યું છે. (એડમન્ડ  હિલેરી બ્રિટનના નહિ, ન્યૂલ ઝિલેન્ડિના હતા.) આ જોગવાઈના અન્વપયે બ્રિટને સર્વપલ્લીન રાધાકૃષ્ણલન, માધવરાવ સિંધિયા, રતનજી ટાટા જેવા ૩પ૦થી વધુ ભારતીય મહાનુભાવોને ‘સર’ની પદવી આપી છે. 

માઉન્ટે એવરેસ્ટવ પર સફળ આરોહણના સાહસમાં એડમન્ડસ હિલેરીના સહભાગી શેરપા તેનઝિંગ નોર્ગે માટે પણ નાઇટહૂડની વિધિ યોજવામાં બ્રિટનનું કશું ખાટુંમોળું થયું ન હોત. ઊલટું, એમ કરવાથી રાણીને લોકનજરમાં વધુ ઊંચું સ્થા ન મળ્યું હોત. દુર્ભાગ્યે  તેન્ઝિંનગને અવગણવામાં આવ્યા.

બીજી તરફ એડમન્ડો હિલેરીને બ્રિટિશ સન્માંન મળ્યા પછી તેઓ જરા વધુ લાઇમલાઇટમાં આવ્યા. અગર તો એમ કહી શકાય કે તેનઝિંગ નોર્ગે જરા બેકગ્રાઉન્ડામાં ધકેલાઈ ગયા. સાલસ પ્રકૃતિના તેનઝિંગ અપમાનનો અને અવગણનાનો કડવો ઘૂંટડો ગળી ગયા. વર્ષો સુધી એવા તો અનેક ઘૂંટ તેમણે ચૂપચાપ પી લીધા. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે પહેલી વાર હૈયાવરાળ કાઢી ત્યા રે નેપાળના શેરપાઓનું હૈયું કકળી ઊઠ્યું. એવરેસ્ટછ પર  સફળ આરોહણ કરી આવેલા સેંકડો શેરપાઓને તેનઝિંગ નોર્ગેની જેમ પોતાની પણ અવગણના થયેલી હોવાનું લાગ્યું.

■■■

આવી લાગણી થવી સ્વાોભાવિક હતી. ૧૯પ૩ પછી આજ દિન સુધી માઉન્ટઆ એવરેસ્‍ટ પર ૪,૦૦૦ કરતાં વધુ સાહસિકો આરોહણ કરી ચૂક્યા છે. આ બધાને ટોચ સુધી પહોંચાડવામાં નેપાળી શેરપાઓએ બહુ મોટી ભૂમિકા અદા કરી છે. અમુક શેરપા તો દસથી પંદર વખત એવરેસ્ટશની ચોટીએ પહોંચ્યા  છે. જેમ કે, કામિ રિતા નામના નેપાળી શેરપાએ એવરેસ્ટ નું શિખર ૨૪ વાર સર કર્યું છે. આમ છતાં પશ્ચિમી દેશોના આરોહકોને મળી તેટલી નામના કામિ રિતા તથા અન્યવ શેરપાઓના નસીબમાં લખાઈ નથી. 

વિધિનું લખેલું ન બદલી શકાય કે ન મિટાવી શકાય. પરંતુ વિધિની કલમે ઇતિહાસ નવેસરથી તો લખી શકાય કે નહિ? સંજોગોએ ઇતિહાસની પાછલી, માટે અજાણી બાજુએ ધકેલી દીધેલા નેપાળી શેરપાઓને પ્રકાશમાં લાવવાનું નિર્મલ પુરજા નામના ૩૭ વર્ષીય નેપાળી પર્વતારોહકે બીડું ઝડપ્યું. પર્વતારોહણનું કોઈ એવું પરાક્રમ તેને કરી દેખાડવું હતું જે અગાઉ જગતના એકેય સાહસિકે કર્યું ન હોય. એવરેસ્ટો પર ૪,૦૦૦ કરતાં વધુ લોકો ચડી આવ્યા હોવાનું જોતાં એ પર્વત પર આરોહણ કરવામાં સાહસનો રોમાંચ ન આવે—અને રોમાંચનું તત્ત્વ જેમાં ખૂટતું હોય તેવા સાહસની જગત સ્વા ભાવિક રીતે નોંધ ન લે.

આથી નિર્મલ પુરજાએ જગતનું બીજા નંબરનું સૌથી ઊંચું તેમજ સૌથી કઠિન શિખર K2 પસંદ કર્યું. હોલિવૂડની Vertical Limit થ્રિલર ફિલ્મમાં દર્શાવેલો કાળમીંઢ હિમાચ્છાદિત પર્વત K2 (જુદા નામે ગોડવિન ઓસ્ટિડન) અત્યંત ગોઝારો છે. પાકિસ્તાને ૧૯૪૭-૪૮ના યુદ્ધ દરમ્યાન પડાવી લીધેલા આપણા કાશ્મીર પ્રદેશમાં તે આવેલો છે. માઉન્ટ એવરેસ્ટ તેના કરતાં ૨૩૭ મીટર વધુ ઊંચો હોવા છતાં K2નું આરોહણ એવરેસ્ટની તુલનાએ ક્યાંય વધારે મુશ્કેલ ગણાય છે. 

સમુદ્રસપાટીથી ૨૮,૨૪૪ ફીટ ઊંચા K2ની ઊભી, તીવ્ર કરાડો આરોહકોને મથાવે તે પ્રકારની છે. વળી અહીં હવામાન અત્યં૮ત તોફાની રહેતું હોવાથી તેની સામે ટકી રહેવું પર્વતારોહકો માટે અત્યંહત કપરું છે. ખરેખર કેટલું કપરું તેનો ખ્યાકલ એ વાતે મળે કે એવરેસ્ટો પર આજ દિન સુધી ૪,૦૦૦ કરતાં વધુ સાહસિકો વિજયધ્વ જ ખોડી આવ્યા, જ્યારે K2ની ટોચ પર ફક્ત ૩૬૭ જણા પગ મૂકી શક્યા છે. બીજા ૮૭ હતભાગીઓ તો આરોહણ વખતે અધરસ્તે્ માર્યા ગયા છે.

ઉનાળાની ઋતુમાં પણ K2નું આરોહણ જીવને દાવ પર લગાવવા બરાબર હોય ત્યા‍રે નિર્મલ પુરજાએ તો ભર શિયાળે આરોહણનો પ્લાન બનાવ્યો. જાણે સામે ચાલી મોતને ભેટવા જવાનું ન હોય! પરંતુ મોતનો ખેલ ખેલવા પાછળ કારણ હતું. અગાઉ જગતનો એકેય પર્વતખેડુ શિયાળામાં K2ને સર કરી શક્યો ન હતો. નેપાળી શેરપા એ સિદ્ધિ મેળવે, તો જગતની નજરમાં શેરપા જાતિને આદર-સન્મા ન મળવું રહ્યું.

■■■

ડિસેમ્બાર, ૨૦૨૦.

નિર્મલ પુરજાની આગેવાનીમાં કુલ ૧૦ શેરપાઓ પર્વતારોહણનો જરૂરી સામાન લઈને પાકિસ્તાુન પહોંચ્યાલ. શૂન્યર નીચે ૪૦-પ૦ અંશ સેલ્શિજઅસની થિજાવી દેતી ટાઢમાં શરીરને રક્ષણ આપે તેવાં વસ્ત્રોં, સૂસવતા આઇસ કોલ્ડ‍ પવનમાં ટકી શકે તેમજ હિમવર્ષાનો માર ખમી શકે તેવાં તંબૂ, નાયલોનનાં મજબૂત દોરડાં, ઓક્સિજનના સિલિન્ડટર, લગભગ પોણા બસ્સોવ કિલોગ્રામ ખોરાક, એટલી જ માત્રામાં ચોકલેટ્સ, ખોરાક રાંધવા માટે કેરોસિન વગેરેના બોજા સાથે શેરપા સાહસિકોની ટીમ ડિસેમ્બમરની આખરમાં K2 પર્વતની તળેટીએ પહોંચી. અહીં તળેટી શબ્દ નો ગોટાળો મેદાની પ્રદેશ સાથે કરવો નહિ, કેમ કે K2નો પાયો પણ ૧૬,૨૭૪ ફીટની ઊંચાઈએ છે. આટલા ઉત્તુંગ લેવલે  ઘણી વાર ઉનાળામાં પણ હિમવર્ષા થાય એટલું ઠંડુંગાર હવામાન હોય, તો શિયાળાનું તો પૂછવું જ શું?

સાહસિકોની ટીમ ગોડવિન ઓસ્ટિયન નામની હિમસરિતાનો બરફ ખૂંદતી આગળ વધી અને ૧૭,૦૬૦ ફીટ ઊંચે બેઝ કેમ્પન સ્થારપ્યોૂ. અહીંથી આરોહણનો તબક્કો શરૂ થવાનો હતો, જેમાં Abruzzi Spur/ અબ્રુઝી સ્પઝર તરીકે ઓળખાતી સાંકડી પર્વતીય ધાર પર સંતુલન જાળવીને કમ સે કમ ૩,૦૦૦ ફીટની ઊંચાઈ મેળવવાની હતી. પર્વતના બે પડખાં જ્યાં ભેગાં મળે તેને અંગ્રેજીમાં સ્પ ર કહેવામાં આવે છે. આવી ધાર પર ચાલવું પર્વતારોહક માટે એટલું જ કઠિન છે જેટલું સરકસના ગૌડબજાણિયા માટે રસ્સી  પર ચાલવું!

શરીરે કોથળાછાપ જાડાં વસ્ત્રો  પહેરીને તથા પીઠે માલસામાનનો ભારે બોજો લાદીને દસેય શેરપા સાહસિકો અબ્રુઝીવ ધાર પર અકેક ડગલું સાવચેતીપૂર્વક માંડતા વધતા રહ્યા. શિયાળાનો સમય હોવાથી ધાર ઉપર ‌િહમનો પુષ્કેળ જમાવડો થયેલો. પોચા હિમ પર કદમ માંડતી વખતે રખે તે ફસકી પડે તો સંતુલન ગુમાવતા સાહસિકો સડસડાટ ગતિએ ખીણમાં જઈ પડે. ઓછામાં ઓછો ચાલીસ અંશનો ખૂણો રચીને ઊભેલી પર્વતીય ધારને સફળતાથી પાર કરીને ટીમ ડિસેમ્બીર ૨૬, ૨૦૨૦ના રોજ તેના આગામી પડાવે પહોંચી. સમુદ્રતલથી એ કેમ્પાની ઊંચાઈ હતી ૨૦,૦૧૩ ફીટ! અહીં એક રાતનો આરામ કર્યા પછી આગામી દિવસે નિર્મલ પુરજા એન્ડ  કંપની કેમ્પં નં. ૨ માટે રવાના થઈ.

■■■

ઘૂંટણથી માંડીને સાથળ ખૂંપી જાય એટલા ઊંડા હિમમાં ચાલવા માટે શારીરિક ઉપરાંત માનસિક તાકાત પણ જોઈએ. (સિઆચેનના પહાડોમાં આપણા હિમપ્રહરીઓ એટલા હિમમાં દસથી બાર કિલોમીટરનું પગપાળા પેટ્રોલિંગ કરી નાખતા હોય છે.) દસે દસ શેરપા સાહસિકો પાસે એ બન્નેો શક્તિની ખોટ નહોતી. પરંતુ કુદરતના પ્રકોપ સામે મનુષ્યોનું કંઈ ન ચાલે એ પણ કઠોર વાસ્તમવિકતા છે. સાહસિક ટુકડી ૨૧,૯૮૨ ફીટ ઊંચે આવીને તંબૂ ખોડીને કેમ્પા નં. ૨ સ્થાઠપે એવામાં કુદરતી રૂઠી. સખત હિમવર્ષા થવા લાગી. કેટલાંક તંબૂ ખોડીને અને તેની અંદર માલસામાન મૂકીને ટીમના સભ્યોરએ છેક બેઝ કેમ્પખ સુધી નીચે ઊતરી આવવું પડ્યું. બે દિવસ દરમ્યાાન કરેલો આરોહણનો બધો પરિશ્રમ એળે ગયો.

હવે શેરપા ટુકડીના દસેય જણા ૧૭,૦૬૦ ફીટ લેવલે લગભગ તળેટીમાં આવી ચૂક્યા હતા. અહીં અગાઉથી ખોડી રાખેલા તંબૂમાં તેમણે લગાતાર ૧૦ દિવસ પુરાયેલા રહેવું પડ્યું, કેમ કે બહાર કલાકના ૧૦૦ કિલોમીટરની ગતિએ જોશીલા પવનો ફૂંકાતા હતા. હિમની આંધી શમવાનું નામ લેતી ન હતી. હાડ થિજાવી દેતી ઠંડીમાં નિર્મલ પુરજા અને તેના બે 

સાથીઓને આંગળામાં હિમડંખની અસર થઈ હતી. સાહસના આરંભે જ આવી અડચણ કોઈ પણ પર્વતખેડુના મનને ચલિત કરી મૂકે, પણ નિર્મલ એ માંહ્યલા નહોતા. ‌િહમડંખ કરતાં વધુ ચિંતા તેમને ૨૧,૯૮૨ ફીટ ઊંચે ખોડેલા તંબૂઓની હતી.

■■■

જાન્યુેઆરી ૧૦, ૨૦૨૧. નસીબ આડેનું પાંદડું આખરે ખસ્યુંં. એકાદ અઠવાડિયા સુધી ચાલેલી હિમની આંધી શમી. વાદળો હટી જતાં આકાશ ચોખ્ખું બન્યુંડ. હવે આરોહણમાં જરાસરખોય વિલંબ ન કરાય. નિર્મલ તેમના સાથી શેરપાઓ જોડે અબ્રુઝી સ્પયરના માર્ગે નીકળી પડ્યા, કેમ્પ -૨ પહોંચ્યામ અને નજર સામેનું દૃશ્યય જોતાંવેંત સૌની છાતીનાં પાટિયાં બેસી ગયાં. કેમ્પ ના તમામ તંબૂ ગાયબ! હિમના ઢગલા નીચે તે દટાઈ ગયા કે પછી વિનાશક આંધીએ તેમને ખીણમાં ધકેલી દીધા? જે થયું હોય તે ખરું, પણ ખોરાકનો પુરવઠો, રાંધવાનો સ્ટ વ, બળતણ, સ્લીપિંગ બેગ, ચટાઈ, વધારાનાં વસ્ત્રો , એક્સ્ટ્રા જૂતાં વગેરે બધું ગુમાવવાનો વારો આવ્યો. 

આ બહુ મોટું નુકસાન હતું, છતાં શેરપાઓ હિંમત ન હાર્યા. ઊલટું, ૨૧,૯૮૨ ફીટની ઊંચાઈથી ફરી અવરોહણ કરીને બેઝ કેમ્પા આવ્યા, ત્યાંાથી મૂકી રાખેલા બેક-અપ પુરવઠામાંથી જરૂરી સામાન લીધો, સૌએ પોતપોતાની પીઠે લગભગ ૩૧ કિલોગ્રામનો બોજો લાદ્યો અને ફરી પેલા અબ્રુઝી સ્પકરના ધારદાર રસ્તે  આરોહણ કરતા કેમ્પો-૨ આવ્યા. વીસેક હજાર ફીટના લેવલે હવામાં પ્રાણવાયુની માત્રા (જમીનના સંદર્ભે) ૪૦ ટકા ઓછી હોય અને અકેક ડગલું ભરવું જ્યારે શારીરિક ચેલેન્જુ હોય ત્યા્રે બબ્બેહ વખત આરોહણ-અવરોહણનો પરિશ્રમ કરવો એ પોતે જ એક અસાધારણ સિદ્ધિ છે.

■■■

જાન્યુણઆરી ૧૩, ૨૦૨૧.

કેમ્પુ-૨થી સાહસપ્રવાસ આગળ ચાલ્યો. બ્લેરક પિરામિડ કહેવાતા વિસ્તાએરને પાર કરીને ટીમે ૨૩,૬૨૨ ફીટ ઊંચે ત્રીજો કેમ્પ્ સ્થા પ્યોો કે જ્યાં બહારનું તાપમાન શૂન્યે નીચે ૪૦ અંશ સેલ્શિણઅસ હતું. ગાત્રો શિથિલ કરી દેતી ઠંડીની હજી તો શરૂઆત હતી. વધુ ઊંચે ગયા પછી તાપમાનમાં ઓર ગિરાવટ આવવાની હતી—અને ખરેખર બન્યું  એવું કે ટીમ જ્યારે ૨૪,૯૩૪ ફીટની ઊંચાઈએ ચોથો કેમ્પા સ્થા પવા માટે પહોંચી ત્યાેરે ઠંડીનો આંક શૂન્યગ નીચે ૬૦ અંશ સેલ્શિઊઅસે પહોંચી ગયો હતો. શરીર પર ગરમ વસ્ત્રોચનાં ચાર-ચાર અાવરણ ચડાવ્યાંન હોવા છતાં સૂસવતા ઠંડા પવનો શરીરને ટાંકણીની જેમ સતત ભોંકાયા કરતા હતા. અસહ્ય ઠંડીમાં એક શેરપાનું શરીર સુન્નશ થવા માંડ્યું હતું. અહીંથી આગળ ન વધી શકવાની શારીરિક તૈયાર ન હોવાની તેણે રજૂઆત કરી ત્યાનરે જૂથના વધુ બે સભ્યોહ પણ ફસકી પડ્યા.

આ નાજુક સ્થિેતિને નિર્મલ પુરજાએ ખૂબીપૂર્વક સાચવી લીધી ન હોત તો તેની ટીમ અહીં જ તૂટી પડી હોત. નિર્મલે સૌને પોઝિટિવિટીનો બૂસ્ટવર ડોઝ આપતા કહ્યું, ‘આ સાહસ આપણે ફક્ત પોતાના માટે જ નહિ, બલકે સમગ્ર શેરપા સમુદાય માટે કરી રહ્યા છીએ. આટલાં વર્ષોમાં શેરપાઓને પૂરતું સન્મા ન મળી શક્યું નથી. આપણું આ સાહસ સફળ થયા પછી જગત શેરપાઓને વધુ માનભરી નજરે જોતું થશે—તો શું એ સૌ માટે તેમજ વતન માટે આપણે આટલું ન કરી શકીએ?’ નિર્મલના શબ્દો્એ ટીમના તમામ સભ્યોનમાં જોમ-ઉત્સાંહ ભરી દીધો.

■■■

જાન્યુશઆરી ૧૬, ૨૦૨૧નો દિવસ દસેય ભડવીરોને ઇતિહાસમાં અમર બનાવી દેવા માટે શેરપાઓને જગતખ્યાીતિ અપાવવા માટે ઊગ્યો. એકમેકની કમરે નાયલોનની રસ્સીવ બાંધીને ટુકડી તેના ફાઇનલ આરોહણ માટે નીકળી. ચોથા કેમ્પસથી K2 પર્વતના (૨૮,૨૪૪ ફીટ ઊંચા) શિખર સુધી પહોંચવા માટે લગભગ સવા ત્રણ હજાર ફીટનું આરોહણ કરવાનું હતું. આમાં વહેલી સવારથી લઈને મોડી બપોરનો સમય સહેજે નીકળી જાય, જે દરમ્યાુન વાતાવરણ બગડે તો વળી પાછા અવરોહણ કરીને કેમ્પ -૪માં રાતવાસો કરવો પડે. સદનસીબે એવો વારો ન આવ્યો. દિવસભર મોસમ સાફ રહ્યું. 

બપોરે બરાબર પોણા પાંચ વાગ્યે નિર્મલ અને તેમના શેરદિલ સાથીઓ K2 પર્વતના શિખરથી ફક્ત ૩૦ ફીટની દૂરીએ આવીને થોભ્યાત. પર્વતની હિમાચ્છાતદિત જટા નજર સામે હતી, છતાં તેના પર પહેલા પહોંચી જવાની કોઈને ઘાઈ નહોતી. ઊલટું, બધા સભ્યોન ખભેથી ખભા મિલાવીને આગળ વધ્યાી. સાંજે પાંચ વાગ્યે આખી ટીમ K2 પર્વતની ચોટીએ હતી. જોશભેર હર્ષનાદો કરીને સૌએ પોતાની જીતનો ઉત્સ વ મનાવ્યો અને પછી નેપાળના રાષ્ટ્ર્ધ્વ જ સામે શિસ્તાબદ્ધ ઊભા રહીને રાષ્ટ્રસગીત લલકાર્યું.

જગતનો કોઈ પર્વતારોહક જે ન કરી શક્યો તે નિર્મલ પુરજા એન્ડન કંપનીએ કરી દેખાડ્યુંઃ આકરા શિયાળે K2 પર્વત પર સફળ આરોહણ! આ ઊંચી અટારીથી જોવા મળેલા હિમાલયનાં સફેદ શિખરોનું દૃશ્યક વર્ણવતાં નિર્મલે જણાવ્યું તેમ, ‘અમારી ચારેય તરફ ‌ઊંચા અને તીણા હિમપર્વતો મને ગ્રેટ વ્હા‍ઇટ શાર્કના દાંતની યાદ અપાવતા હતા, જ્યારે પર્વતો વચ્ચેાની લાંબી-પહોળી ખીણો શાર્કના જડબા જેવી દેખાતી હતી.’

જગતને સ્તોબ્ધડ કરી દેતું સાહસ કરનાર નિર્મલ પુરજા, મિંગ્માા ગ્યાચલ્જે શેરપા,  પુન મગર, ગાલ્જેસ શેરપા, મિંગ્મા  ડેવિડ શેરપા, મિંગ્માહ તેન્ઝિંંગ શેરપા, દાવા તામ્બા  શેરપા, પેમછીરી શેરપા, કિલુ પેમ્બાસ શેરપા, દાવા તેન્ઝિં ગ શેરપા અને સોના શેરપા એમ દસેય શેરપાઓએ પર્વતારોહણની તવારીખમાં સોનેરી પ્રકરણ લખ્યું . આ અભૂતપૂર્વ સિદ્ધિના સમાચાર મીડિયા અને સોશ્યરલ મિડિયામાં ફેલાતાં જ તેમના પર જગતભરમાંથી શુભેચ્છાઝઓનો વરસાદ થયો. અત્યાેર સુધી અજાણ્યાા રહી ગયેલા શેરપાઓ અને તેમના અકલ્પાનીય સાહસો વિશે લેખો લખાયા. પશ્ચિમી દેશોના અનુભવી પર્વતારોહકોએ મોકળા મને કબૂલ્યું્ કે જગતના સૌથી શ્રેષ્ઠલ પર્વતખેડુ હોય તો નેપાળના શેરપા! 

આ કોમને વર્ષોથી મળવા પાત્ર માન-સમ્મા્ન ઘણું મોડું મળ્યું. પરંતુ ઇતિહાસ નામના સિક્કાની પાછલી બાજુએ ધકેલાઈ ગયેલું એક અજાણ્યું પ્રકરણ આટલાં વર્ષે પ્રકાશમાં આવ્યું એ મોટી વાત છે.   ■



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pyCISB
via IFTTT

Comments