મુંબઇ,તા.30 જાન્યુઆરી, 2021, શનિવાર
વસઇ - વિરારા મહાપાલિકાએ પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ તેજ કરીને જુદી જુદી જગ્યાએથી ૩૨ ટન પ્લાસ્ટિકનો જંગી જથ્થો પકડી પાડયો હતો. પાલિકાએ એકંદર ૬૮૦ દુકાનદારો વિરૃધ્ધ કાર્યવાહી કરી હતી.
દોષીતો સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. જયારે પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરનારા બે સંગ્રહખોરો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે એમ પાલિકાના અધિકારીએ જણાવ્યુ ંહતું.
વસઇ - વિરાર મહાપાલિકા ક્ષેત્રમાં આવતા ચંદનસાર, વાલીવ, નાલાસોપારા, બોળીંજ, પેલ્હાર, નવઘર, માણિકપૂર વગેરે વિસ્તારમાં પ્લાસ્ટિકનો વપરાશે કરનારા સામે તત્કાળ પગલાં લેવા માટે જુદી જુદી ટીમ તૈયાર કરવામાં આવી છે. કોઇ દુકાનમાં પ્લાસ્ટિકનો વપરાશ થાય છે એવી ખબર મળતાની સાથે જ છાપો મારવામાં આવે છે.
પાલિકાએ એકંદર ૬૮૦ દુકાનોને સપાટામાં લઇ ૧૩ લાખ ૭૦ હજાર રૃપિયાનો દંડ વસૂલ કર્યો હતો.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39A0HLE
via IFTTT
Comments
Post a Comment