મુંબઈ,તા.30 જાન્યુઆરી, 2021, શનિવાર
મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓની સંખ્યા ફરી ઘટવાની શરૃઆત થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૬૩૦ કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૨૪ કલાકમાં ૧૫૩૫ દરદીએ કોરોનાને માત આપી હતી. અને ૪૨દરદી કોરોના સામે જીવનની જંગ હાર્યા હતાં.
તેની સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમિત થયેલા દરદીની સંખ્યા ૨૦૨૩૮૧૪ થઈ છે જેમાંથી ૧૯૨૭૩૩૫ સાજા થયા છે. જ્યારે ૫૧૦૪૨ના મૃત્યુ નિપજ્યા છે હાલ રાજ્યમાં ૪૪૧૯૯ એક્ટીવ કેસ છે.
આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪૨૯ કેશ નોંધાયા હતા. જ્યારે સાતના મૃત્યુ નિપજ્યા હતાં. તેની સાથે જ મુંબઈમાં અત્યાર સુધીમાં ૩૦૮૪૯૨ વ્યક્તિ કોરોનાગ્રસ્ત બન્યા છે. જેમાંથી ૨૯૦૪૬૯ સાજા થયા છે. જ્યારે ૧૯૩૪૫ના મૃત્યુ નિપજ્યા છે. હાલ મુંબઈમાં ૫૭૬૯ એક્ટીવ કેસ છે. થાણેમાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૬૮૪૪૫ કેસ નોંધાયા છે. જેમાંથી ૨૫૪૯૪૪ સાજા થયા છે. જ્યારે ૫૭૬૩ના મૃત્યુ નિપજ્યા છે. હાલ થાણેમાં ૭૬૭૭ એક્ટીવ કેસ છે. જે મુંબઈથી પણ વધારે છે.
પુણેમાં અત્યાર સુધીમાં ૩૮૮૦૪૫ કોરોનાગ્રસ્ત થયા છે જેમાંથી ૩૬૬૫૪૫ સાજા થયા છે. જ્યારે ૭૯૫૭ મૃત્યુ પામ્યા છે. હાલ પુણેમાં ૧૩૫૦૪૩ એક્ટીવ કેસ છે. જે મહારાષ્ટ્રમાં સૌથી વધારે છે.
મહારાષ્ટ્રનો રિકવરી રેટ ૯૫.૨૩ ટકા થયો છે. જ્યારે મૃત્યુ દર ૨.૫૨ ટકા છે. પોઝિટિવીટી રેટ ઘટીને ૧૩.૯ ટકા થયો છે.
હાલ રાજ્યમાં ૧૯૧૯૭૫ વ્યક્તિઓ હોમ કવોરન્ટાઈનમાં છે જ્યારે ૨૩૨૪ વ્યક્તિ ઇન્સ્ટિટયૂશન કવોરન્ટાઈનમાં છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cyjSae
via IFTTT
Comments
Post a Comment