મુંબઈ, તા. 31 જાન્યુઆરી 2021, રવિવાર
છેલ્લા એક દાયકામાં શહેરમાં સરેરાશ રોજના ૨૨ છુટાછેડાની અરજીઓ આવ્યાનું ંકડાવારીમાં જણાયું છે. ગયા વર્ષે બાંદરા ફેમિલી કોર્ટે લોકડાઉનમાં બંધ હોવા છતાં સરેરાશ રોજના ૧૯ કેસ નોંધાતા હતા.
૨૦૧૧માં ફેમિલી કોર્ટ પાસેથી મેળવેલી આંકડાવારી અનુસાર કુલ છુટાછેડાના કેસ ૭,૫૧૫ કેસ હતા. આગામી નવ વર્ષ સુધી આંકડો લગભગ એજ રહ્યો હતો. ૨૦૧૯માં ૭,૭૨૭ કેસ નોંધાયા હતા.
૨૦૧૧ અને ૨૦૧૯ દરમ્યાન ૭,૫૦૦થી ૮,૩૦૦ કેસ નોધાતા રહેતા હતા. જોકે ગયા વર્ષે ૫,૦૫૯ અરજીઓ આવી હતી કેમકે માર્ચથી ઓગસ્ટ દરમ્યાન કોર્ટ બંધ હતી. સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી પણ વકીલો અને મેરેજ કાઉન્સેલરોના જણાવ્યા મુજબ ૮૫ ટકા કેસમાં કોર્ટ છુટાછેડાનો ચુકાદો આપે છે.
મહિલાઓ કરતાં પુરુષો વધુ છુટાછેડા માગે છે. એકબીજાથી વધુ અપેક્ષા સમયનો અભાવ અને વાતચીતનો અભાવ મુખ્ય કારણ હોય છે. મોટાભાગે એકબીજા પાસેથી અપેક્ષા વધી રહી છે.
મહિલાઓ પણ હવે કમાતી થઈ હોવાથી પુરુષ પાસેથી ઘરકામમાં મદદની અપેક્ષા કરે છે અને સ્વાયત્તતાની માગણી કરે છે જ્યારે પતિઓ હજી પણ પારંપારિક રીતે મહિલાઓ પાસેથી વર્તનની અપેક્ષા કરે છે.
અગાઉ છુટાછેડાનું કારણ માતા- પિતા તરફથી દખલગીરી રહેતું પણ હવે સ્વતંત્ર રહેતા દંપતી વચ્ચેના અણબનાવમાં મધ્યસ્થી કરનારાનો અભાવ પણ એક કારણ બની રહ્યું છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pAZnxx
via IFTTT
Comments
Post a Comment