પાટણ,તા.30 જાન્યુઆરી 2021, શનિવાર
પાટણ-શંખેશ્વર પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ ટીમે શંખેશ્વરના રામપુરામાં ત્રાટકી હતી અને શક્તિ માતાના મંદિર પાછળ આવેલ ખેતરની ઓરડીમાં જુગાર રમતા ૨૨ શખસો પૈકી ૧૧ને રંગેહાથ ઝડપી પાડયા છે. આ રેડમાં બાઈક, રિક્ષા અને રોકડ સહિત ૩.૫૪ લાખનો મુદ્દામાલ જબ્બે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરને મળેલ ખાનગી બાતમી આધારે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના રામપુરા ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો છે. જે આધારે સ્ટેટ મોનીટરીંગની ટીમ શંખેશ્વરના રામપુરા ગામે ત્રાટકી હતી. જેમાં શક્તિ માતાના મંદિર પાછળ આવેલ ખેતરની એક ઓરડીમાં પોતાના વાહનો લઈ ૨૨ જેટલા શખસો એકઠા થઈ જુગાર રમી રહ્યા હતા. પોલીસને જોઈ ૧૦ જેટલા શખસો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે દાવ પર લાગેલ રોકડ રૃ.૪૯૬૦ તથા જુગારીયાઓની અંગ ઝડતીમાં ૪૨,૭૩૦ રૃપિયા તથા રૃ.૩૧૫૦૦, ૧૧ મોબાઈલ ફોન, ૧૧ બાઈકો રૃ.૨.૨૫ લાખ, રૃપિયા ૫૦ હજારની એક રિક્ષા સહિત જુગારનું સાહિત્ય મળી કુલ રૃ.૩,૫૪,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી ધરવામાં આવી છે. આ ઘટનામાં ૧૦ જેટલા જુગારીયાઓ પોતાના બાઈકો મુકીને જ નાસી છૂટયા હતા.
જુગાર રમતા ઝડપાયેલ આરોપીઓ
૧. બેચર ઉર્ફે બોડાભાઈ બલુભાઈ રે.માનવાડો શંખેશ્વર
૨. દિનેશ કાંતીભાઈ ઠાકોર રે.સુબાપુરા શંખેશ્વર
૩. કાનાજી રામાજી ઠાકોર રે.જટુરપુરા-શંખેશ્વર
૪. અરવિંદ મુરાભાઈ ઠાકોર રે.સુબાપુરા-શંખેશ્વર
૫. પ્રહલાદ બચુભાઈ ઠાકોર રે.શંખેશ્વર
૬. ગોપાલ પ્રતાપજી ઠાકોર રે.શંખેશ્વર
૭. મેહુલ રમેશજી ઠાકોર રે.શંખેશ્વર
૮. જશુ ભુપતભાઈ ઠાકોર રે.મુલાવ, ઝીઝુંવાડીયા, પાટડી
૯. અજમલ બલુભાઈ ઠાકોર રે.પાડલા-શંખેશ્વર
૧૦.કરમસિંહ પ્રેમજી ઠાકોર પંચાસરા-શંખેશ્વર
૧૧. દિલીપ કુવરજી ઠાકોર, શંખેશ્વર
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39ybiGU
via IFTTT
Comments
Post a Comment