અક્ષય કુમાર સતત પોતાની ફી વધારી રહ્યો છે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.29 ડિસેમ્બર 2020, મંગળવાર

બોલીવૂડમાં ખિલાડી તરીકે લોકપ્રિય થયેલા અભિનેતા અક્ષય કુમાર પોતાની ફીમાં સતત વધારો કરી રહ્યા છે. તે બોક્સ ઓફિસની સફળતા બની ગયો હોવાથી તેને મોં માગી રકમ સતત મળી રહી છે.

મીડિયા રિપોર્ટના અનુસાર લોકડાઉન પછી અક્ષય બોલીવૂડમાં સૌથી વધુ ફી લેનારો એકટર બની ગયો છે. તેની વરસમાં ઓછામાં ઓછી ત્રણ ફિલ્મો રિલીજ થાય છે. અક્ષય શૂટિંગ દરમિયાન એક પણ દિવસનો બ્રેક લેતો નથી. આવતા વરસે તેની એક-બે નહીં, પરંતુ આઠ ફિલ્મો રિલીઝ થવાની છે. 

લોકડાઉન પહેલા અક્ષય એક ફિલ્મમાં એકટિંગ માટે રૂપિયા ૯૯ કરોડ ફી લેતો હતો. પરંતુ એ પછી તેણે રૂપિયા ૧૧૭ કરોડ મહેનતાણું કરી નાખ્યું, વાત આટલેથી જ ન અટકતા હવે તેણે ૨૦૨૨ની ફિલ્મો માટે કામ કરવા પોતાની ફી રૂપિયા ૧૩૫ કરોડ કરી નાખી છે. અક્ષય બરાબર જાણે છે કે તે બોક્સ ઓફિસની સફળતાની ગેરન્ટી બની ગયો હોવાથી તેની ડિમાન્ડ પણ વધી ગઇ છે. અભિનેતાએ પૂરેપૂરો ફાયદો ઉઠાવીને પોતાની ફી વધારી દીધી છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KMD2Ob
via IFTTT

Comments