રણબીર કપૂરની આગામી ફિલ્મ એકશન થ્રિલર હશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.31 ડિસેમ્બર 2020, ગુરુવાર

રણબીર કપૂરની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર પછીની એકશન થ્રિલર ફિલ્મ હોવાની ચર્ચા છે. દિગદ્ર્શક સંદીપ રેડ્ડી વાંગાએ પોતાની આગામી એકશન થ્રિલર ફિલ્મ માટે રણબીરને સાઇન કર્યો હોવાની ચર્ચા છે. 

આ ફિલ્મની ઘોષણા જલદી જ કરવામાં ાવવાની છે. ટી  સીરિઝના ઓફિશિયલ યૂટયૂબ ચેનલ પર ફિલ્મની સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવવાની છે. 

રણબીર સાથે હિરોઇન તરીકે સારા અલી ખાન કામ કરવાની હોવાની વાત છે. પરંતુ બોલીવૂડની ગલીઓમાં પરિણિતી ચોપરાનું નામ પણ બોલાઇ રહ્યું છે. આ ફિલ્મમાં વિલન તરીકે બોબી દેઓલ હશે તેમજ અનિલ કપૂર પણ આ ફિલ્મમાં કામ કરશે તેવી પણ ચર્ચા છે. 

આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરે એ પહેલા રણબીરટી સીરીઝની એક વધુ ફિલ્મનું શૂટિંગ પુરુ કરશે જેના દિગદર્શક લવરંજન છે અને તેમાં રણબીર સાથે શ્રદ્ધા કપૂર કામ કરી રહી છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o5Dyp8
via IFTTT

Comments