(પ્રતિનિધિ દ્વારા)મુંબઇ,તા.31 ડિસેમ્બર 2020, ગુરુવાર
સુશાંત સિંહ રાજપૂતના અવસાન પછી રિયાની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પરિણામે તેના ઘરની બહાર મીડિયા તેમજ અન્યોની ભીડ લાગવાથી સોસાયટીના લોકોને બહુ પરેશાની થઇ હતી. પરિણામે હવે રિયાના પરિવારને ઘર ખાલી કરવાનું સોસાયટી તરફથી દબાણ આવ્યું હોવાથી રિયા અને તેનો પરિવાર નવું ઘર શોધી રહ્યા છે.
રિયા ડ્રગ્સ કેસમાં લગભગ એક મહીનો જેલમાં રહી હતી અને પછીથી જમાનત પર છોડવામાં આવી છે. તેને હવે સોસાયટીએ ઘર ખાલી કરવાનું દબાણ કર્યું હોવાથી નવી મુશ્કેલીમાં આવી ગઇ છે. રિયા મુંબઇના ખાર એરિયામાં ઘર શોધતી એક વીડિયોમાં જોવા મળી રહી છે. જેમાં તેની સાથે તેના માતા-પિતા પણ જોવા મળે છે. સૂત્રોના અનુસાર પિયાની ફેમિલી જે હાલ સાંતાક્રુઝની સોસાયટીમાં રહે છે ત્યાંથી તેમને ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.
રિયા જેલમાંથી પાછી ફર્યા પછી પણ લોકોની તેમજ મીડિયાની ભીડ જોવા મળે છે. તેથી કંટાળીને રિયા નવું ઘર શોધી રહી છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hzA5N5
via IFTTT
Comments
Post a Comment