મુંદરામાં લાખોના ખર્ચે નખાયેલા સી.સી ટીવી કેમેરા બન્યા શોભાના ગાંઠિયા

મુંદરા,તા. ૩૦

મુંદરા શહેરમાં ત્રીજી આંખ સમાન સી.સી ટીવી કેમેરા ધુળ ખાતા થઈ જતાં લોકોમાં રોષ ફેલાયો છે. લાખોના ખર્ચે નખાયેલા સાધનોની જવાબદાર તંત્રએ પરવાહ ન કરતા ખર્ચ એળે ગયો હોવાની તાથા અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી ગયું છે.

બે વર્ષે પુર્વે મુંદરાના દાતાઓ અને પંચાયત દ્વારા જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સી.સી ટીવી શહેરના મુખ્ય માર્ગો ઉપર લગાડવામાં આવ્યા હતા. જેનું મોનીટરીંગ મુંદરા પોલીસ દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ હાલમાં જાણવા મળ્યા મુજબ સી.સી.ટીવી કેમેરાનું મોનીટરીંગ બંધ અને કેમેરા પણ બંધ હાલતમાં છે. ભુતકાળમાં ગ્રામ પંચાયત દ્વારા સી.સી ટીવીનું શહેરમાં મોનીટરીંગ થાય તે માટે પોલીસતંત્રને જવાબદારી સોંપવામાં આવી હતી.  તાજેતરમાં મુંદરા શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે જો ત્રીજી આંખ સમાન સીસીટીવી ચાલુ હોય તો કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામે તો તાત્કાલિક અસરાથી કેમેરામાં પકડી શકાય.

પોલીસ તંત્ર તાત્કાલીક અસરાથી મુંદરા નગરપાલિકાને સાથે રાખી શહેરમાં લગાડવામાં આવેલા કેમેરાની ચકાસણી કરી ફરીથી ચાલુ કરવા જોઈએ તેવી લોકો દ્વારા કરવામાં આવી છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o2mNLu
via IFTTT

Comments