અંજારની યુવતીએ મુંડન કરાવી કોરોનાના મૃતકોને શ્રધ્ધાજંલિ આપી

ભુજ,બુધવાર

૨૦૨૦ એટલે કોરોનાનો વર્ષ એમ કહીએ તો પણ ચાલે. આ વીતેલા વર્ષની યાદો કરૃણ છે. એટલે ૨૦૨૦ના વર્ષને યાદ ન કરીએ એમાં જ ભલાઈ છે. તો કોરોનાએ કેટલાય પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. અનેક વયોવૃધૃધોએ અનંતની વાટ પકડી છે. આવી દિવંગત આત્માઓને શ્રધૃધાજંલિ આપવાનો અનોખો પ્રયાસ અંજારમાં થયો છે. વિવિાધ સામાજીક પ્રવૃતિઓ કરતા રૃચિઝા (મિાથીલા દીદી)એ વિશ્વભરમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોને શ્રધૃધાજંલિ આપવા માથાના વાળ ઉતરાવી મુંડન કરાવ્યુ હતુ. વસુાધૈવ કુટુંબકમની ભાવનાથી ઓતપ્રોત રૃચિઝા(મિાથીલાદીદી)એ વિશ્વભરમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોને શ્રધૃધાજંલિ આપવા માટે વાળ ઉતરાવી મુંડન કરાવ્યુ હતુ. સ્ત્રીના શ્રૃંગારમાં લાંબા વાળ એ મહત્વની ભુમિકા ભજવે છે. કદાચ વાળ ઉતરવા માંડે તો પણ સ્ત્રી ચિંતાતુર હોય છે ત્યારે અહિ રૃચિઝાએ પોતાના વાળની આહુતિ આપીને સમાજને એક નવા વિચારની રાહ દેખાડી હતી. તેમણે કહ્યુ હતુ કે, આ વિચાર તેમણે એકાદ મહિના પહેલા આવી ગયો હતો પરંતુ આ માટે તેમણે ૨૦૨૦ના છેલ્લા દિવસને નક્કી કર્યુ હતુ. લોકોએ કોરોનાથી પોતાના પરિવારને તુટતો જોયો છે ત્યારે તેમને તો માત્ર વાળની આહુતિ આપી છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3822yYx
via IFTTT

Comments