મુંબઈ, તા.29 ડિસેમ્બર, 2020, મંગળવાર
મરીનલાઈન્સ ખાતેના મફત પાણી કેન્દ્રને પાલિકા તોડે નહીં એવી વિનંતી કરીને મુંબઈ સેશન્સ કોર્ટમાં અરજી કરનાર સંસ્થાને રાહત આપવાનો કોર્ટે ઈનકાર કર્યો છે. સાર્વજનિક હિતને ધ્યાનમાં લેતા પ્રકલ્પ કોઈ પરિસ્થિતિમાં અટકાવી શકાય નહીં, એવું સ્પષ્ટ કરીને સેશન્સ કોર્ટે કોસ્ટલ રોડનો વિરોધ કરતી અરજી ફગાવી હતી.
આ નિર્ણયને લઈ પાલિકાને રાહત મળી હતી. તારાપોર મત્સ્યાલય પાસેના 'પંચમ' સંસ્થાને ફાઉન્ટન બાંધવાની પરવાનગી પાલિકાએ ૧૯૯૩માં આપી હતી. સંસ્થાએ અહીં 'પંચમ પ્યાઉ' નામે એક ફાઉન્ટન ઉભું કર્યું હતું.
હવે આ ફાઉન્ટનને પ્રોજેક્ટની આડે આવતું હોવાથી તેને હટાવવાની નોટિસ પાલિકાએ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ સંસ્થાએ આપી હતી. આના વિરુધ્ધ સંસ્થાએ પાલિકાની કાર્યવાહી સ્થગિતી આપવાની માગણી કરતી અરજી કોર્ટમાં કરી હતી.
પાલિકાએ ભેટ તરીકે આ ફાઉન્ટન સંસ્થાને આપ્યું હોવાનું પાલિકાએ કોર્ટને જણાવ્યું હતું. મુંબઈગરાને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવા કોસ્ટલ રોડનો પ્રકલ્પ શરૃ કરાઈ રહ્યો છે, તેમાં આડે આવતા ફાઉન્ટનને હટાવવું જરૃરી છે. કોર્ટે પાલિકાની દલીલ માન્ય કરીને માગણી ફગાવી હતી.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35bebef
via IFTTT
Comments
Post a Comment