દિગ્દર્શક આનંદ એલ રાય કોરોના વાયરસના સપાટામાં


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.31 ડિસેમ્બર 2020, ગુરુવાર

તમામ સાવધાનીઓ અને ગાઇડલાઇન્સનું ચોક્કસ પાલન સાથે શૂટિંગ થતા હોવા છતાં ફિલ્મી હસ્તીઓ કોરોના વાયરસના સપાટામાં આવી જાય છે. દિગ્દર્શક આનંદ એલ રાયે પોતાને કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું છે. તેઓ અક્ષય કુમાર, સારા અલી ખાન અન ેધનુષ સાથે ફિલ્મ અતરંગીનું શૂટિંગ કરી રહ્યા હતા. પરિણામે આ ત્રણેય કલાકારોને પણ કોરોના પોઝિટિવ આવે તેવી ભિતી લોકોને લાગી રહી છે. 

આનંદ એલ રાયએ એક ટ્વિટ કરીને શેર કર્યું હતું કે, આજે મારો કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું દરેકને આ વાત જણાવા માંગુ છું. કોવિડનું કોઇપણ લક્ષણ હું અનુભવી રહ્યો નથી, તેમજ મારી તબિયત પણ સામાન્ય છે. પરંતુ અધિકારીઓએ આપેલી તમામ સૂચનાઓનું પાલન કરતા હું ક્વોરોનટાઇન થયો છું. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં જે પણ વ્યક્તિઓ આવ્યા હોય તેઓ પણ સ્વયંને ક્વોરોનટાઇન કરી લે અને સરકારના તમામ નિર્દેશોનું પાલન કરે. તમારા બધાના સમર્થન  માટે ધન્યવાદ. 

આનંદ એલ રાય ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આ પુરુ થયા પછી તેમને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી તેમની ફિલ્મના લીડ સ્ટાર્સ અક્ષય, સારા અને ધનુષ પર પણ કોરોના સંકટના વાદળા છવાઇ ગયા છે.



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Jy67fJ
via IFTTT

Comments