બોઇસરમાં ઝવેરીની દુકાનમાંથી રોકડરકમ, દાગીના સહિત કોરોડો રૂપિયાની માલમતાની ચોરી



મુંબઈ તા. 30 ડિસેમ્બર, 2020, બુધવાર

પાલઘરના બોઇસરમાં ઝવેરીની દુકાનમાંથી સોનાના દાગીના અને લાખો રૃપિયાની ચોરી કરાતા ખળભળાટ મચી ગયો છે આરોપીઓએ અંદાજે સાડા સાત કરોડ રૃપિયાની કિંમતની માલમતાની ચોરી કરી હોવાનુ કહેવાય છે. આ ગુનામાં વૉચમેન અને તેના સાથીદાર સંડોવાયેલા હોવાની શઁકા છ પોલીસે ફરાર આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે બોઇસરમાં આવેલી મંગલમ જવેલર્સ દુકાનની બાજુના ગાળાનું શટર તોડીને આરોપી અંદર ઘૂસ્યા હતા. ત્યારબાદ દીવાલમાં બાકોરુ પાડીને ઝવેરીની દુકાનમાં ગયા હતા.

પછી ગેસકટરથી તિજોરી તોડીને સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. દુકાનમાંથી અંદાજે સાત કરોડ ૬૦ લાખ રૃપિયાની માલમતા ચોરી થઇ હોવાની ચર્ચા થઇ રહી છે.

આ ચોરીમાં વૉચમેન જ સામેલ હોવાની શંકા છે. ચોરી પાંચથી વધુ આરોપીએ કરી હોવાની શકયતા છે. દુકાનના સીસીટીવી કેમેરા અને અન્ય માહિતીની આધારે વધુ તપાસ શરૃ છે. ફરાર આરોપીઓને પકડવા પોલીસની જુદી જુદી ટીમ બનાવવામાં આવી છે.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MgdkC5
via IFTTT

Comments