મુંબઇ,તા.29 ડિસેમ્બર, 2020, મંગળવાર
દેશના પ્રખ્યાત કાર ડિઝાઇનર દિલીપ છાબરિયાની પોલીસે છેતરપિંડીના આરોપસર ધરપકડ કરી છે. છાબરિયા સામે પંચ લોકોએ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી જેમા એક અભિનેત્રીનો પણ સમાવેશ થાય છે. મુંબઇ પોલીસે છાબરિયાની સામે આઇપીસીની કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) અને ૩૪ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ભારતના જાણીતા કાર ડિઝાઇનર અને એક પ્રખ્યાત કાર મોડિફેકેશન સ્ટુડિયોના માલિક છાબરિયા સામે મલ્ટીપલ કાર રજીસ્ટ્રેશનનું રેકેટ ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા ક્રાઇમબ્રાન્ચે છાબરીયાની કંપની ડીસી ડિઝાઇન્સ દ્વાર મોડિફાય કરેલ તામિલનાડુનુ રજીસ્ટ્રેશન ધરાવતી એક વૈભવી સ્પોર્ટસ કાર જપ્ત કરી હતી. આ સંદર્ભે ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓ અનુસાર આ કાર છેતરપિંડી અને બનાવટ તેમજ ગુનાહિત પડયંત્રના એક કેસ બાબતે તાબામાં લેવામાં આવ હતી. આ કેસમાં છાબરીયાની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ છાબરિયા પાસેથી લગભગ ૭૫ લાખ રૃપિયાના કિંમતની એક વૈભવી કાર પણ જપ્ત કરી છે. દિલીપ છાબરીયાની ધરપકડને મુંબઇ પોલીસના જોઇન્ટ કમિશનર (ક્રાઇમ) મિલિંદ ભારામ્બેએ પણ સમર્થન આપ્યું હતુ છાબરીયાની ધરપકડ બાદ તેમને મુંબઇ પોલીસના મુખ્યાલયમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસે આ બાબતે વધુ કોઇ જાણકારી આપવાનું ટાળ્યું હતુ જોકે પોલીસ એક પત્રકાર પરિષદ લઇ આ બાબતે વધુ વિગત જાહેર કરશે તેવુ જાણવા મળ્યું છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pyzRsd
via IFTTT
Comments
Post a Comment