- ઓબામાએ જ્યારે યસ વી કેન કહીને લોકોમાં નવું જોમ ઉભું કર્યું હતું તે સ્પીચ રાઇટર 24 વર્ષનો ફેરવર્યુ હતો
અમેરિકાના પ્રમુખના સ્પીચ રાઇટર તરીકે મૂળ ભારતીય એવા વિનય રેડ્ડીની નિમણૂકને વધાવાઇ રહી છે. આમ પણ,નવનિયુક્ત પ્રમુખ જો બિડાનની ટીમમાં મૂળ ભારતીયોની બોલબાલા વધી છે. રાજકારણીઓ અને ટોચની સેલિબ્રીટી સ્પીચ રાઇટર રાખતા હોય છે. નેતાઓ જ્યારે ભાષણ આપતા હોય છે ત્યારે સાંભળનારી જનતા તેમને બહુ જ્ઞાાની સમજવા લાગે છે. તેમને દરેક વિષયનું જ્ઞાાન હોય છે એવું પહેલી નજરે લાગવા લાગે છે.પરંતુ તેમના જ્ઞાાનની હકિકત તેમના સ્પિચ રાઇટર કે પર્સનલ સેક્રેટરી બહુ સારી રીતે જાણતા હોય છે. રાજકારણીઓને ઇફેક્ટીવ પબ્લીક સ્પિકીંગની ટ્રેનિંગ આપનારા હોય છે એમ તેમના ભાષણ લખી આપનારા પણ હોય છે. અહીં મહત્વની વાત એ છે કે સ્પીચ રાઇટર ગમે તેટલો હોંશિયાર હોય પણ જો રાજકારણી અસરકારક ઓરેટરના હોય તો તેને કોઇ સાંભળવા તૈયાર નથી હોતું.
ભારતમાં સ્પીચ રાઇટરો રાજકારણીના પક્ષના હોય છે. પક્ષની લાઇન દોરી પ્રમાણે તેની સ્પીચ તૈયાર કરાતી હોય છે. કેટલાક ઓછું ભણેલા રાજકારણીઓને તેમનેા પક્ષ સ્પીચને વળગી રહેવાનું કહે જોકે થોડા અનુભવીઓ ઓડીયન્સનો મૂડ જોઇને જાતેજ સ્પીચમાં બદલાવ કરી દેતા હોય છે. ગુજરાતમાં સ્પીચ રાઇટરોની ભૂમિકા માહિતી ખાતાના અધિકારીઓ નીભાવતા હોય છે. સરકારી સ્પીચમાં બહુ ટીકા ટિપ્પ્ણ નથી હોતી પરંતુ ચૂંટણી સમયે સ્પીચ રાઇટરો મહત્વના બની જાય છે.
ગુજરાતના ઇન્દુલાલા યાજ્ઞિાક જેવા નેતાઓને સ્પીચ રાઇટરની જરૂર નહોતી પડતી. આઝાદીના સમયમાં પણ સ્પીચ રાઇટરો નહોતા. પરંતુ દરેક ભાષણ આપતાં પહેલાં હોમ વર્ક જરૂર કરતા હતા. કેટલાક સફળ રાજકીય વક્તાઓને સાંભળવાની લોકોને મજા આવતી હોય છે. પરંતુ તેમની પાછળ છૂપાયેલા સ્પીચ રાઇટરને કોઇ ઓળખતું નથી.હવે તો આખી સ્પીચ સામે રાખેલા પોડીયમના સ્ક્રીન પર જોવા મળે છે માટે તે જોઇને પણ બોલી શકાય છે. હોંશિયાર વક્તા એ હોય છે કે તે ખબર નથી પડવા દેતો કે તે સ્ક્રીન પર જોઇને બોલે છે. તે મુદ્દા પરથી વાર્તા બનાવી લે છે.
લાલુ પ્રસાદ યાદવ જેવા રાજકીય વક્તા કોઇ તૈયારી નથી કરતા. તેમની મોટા ભાગની સ્પીચ પોતાની ભાટાઇ કે વિપક્ષોની ટીકા સાથે સંકળાયેલી હોય છે. બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતી તેમના સ્પીચ રાઇટરે લખેલી સ્પીચને જોઇને વાંચવા લાગે છે. અનેક રાજકીય નેતાઓ એકવાર સ્પીચ વાંચી લે પછી તે લોકોની સામે જોઇને બોલી શકે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પોતાની સ્પીચ વાંચી જતા હતા. સારા સ્પીચ રાઇટર મેળવવા બહુ મુશ્કેલ હોય છે. ઓન ધ સ્પોટ કંઇક બોલવાનું આવે તો તેમાં રાજકારણીની સ્માર્ટનેસ અને દરેક વિષય પરનું જ્ઞાન કામમાં આવે છે.
વડાપ્રધાન મોદીના સ્પીચ રાઇટરોમાં દેશના કેટલાક પત્રકારો સહિત ૧૦૦ જેટલા બુધ્ધિજીવીઓ છે. ક્યા દેશમાં ક્યા વિષય પર શું બોલવું, તે દેશનો ઇતિહાસ અને તેના ભારત સાથેના સંબંધોની કોઇ યાદગાર વાતો વગેરે મુદ્દા ઓનલાઇન મોકલાય છે પછી સ્પીચ રાઇટર તેને ફાઇનલ ઓપ આપે છે. વડા પ્રધાન મોદીનું વાંચન સારું હોવાથી પોતાની રીતે તે કેટલાક મુદ્દા ઉમેરતા હોય છે. તેમના વિદેશ પ્રવાસ દરમ્યાન તેમની સ્પીચ તૈયાર કરવા પર વિશેષ ધ્યાન અપાય છે. સ્પીચ રાઇટરે જેતે મંત્રાલયના અધિકારીઓના સંપર્કમાં રહેવું પડે છે અને ટેકનીકલી તે શું કહેવા માંગે છે તેમજ તેના લાભ ગેર લાભ વગેરે વિશે સમજવું પડે છે.
સ્પીચ રાઇટરની જોબ અજીબ પ્રકારની કહી શકાય. તેણે લખેેલી સ્પીચ પર તાલીઓ પડે છે પરંતુ તેને જીવનભર કોઇ ઓળખતું નથી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જ્યારે વિક્ટરી સ્પીચ આપી ત્યારે તેમાંના યસ વી કેન કહીને લોકોમાં નવું જોમ ઉભું કર્યું હતું વિશ્વભરમાં આ શબ્દ છવાઇ ગયો હતો.
તેનેે તૈયાર કરનાર તેમનો સ્પીચ રાઇટર ૨૪ વર્ષનો ફેરવર્યુ હતો. આ સ્પીચ એટલી વખણાઇ હતી કે તેનો રાઇટર અમેરિકાના ૧૦૦ વગદાર લોકોની યાદીમાં આવી ગયો હતો.
વિશ્વના દરેક નેતા સારા સ્પીચ રાઇટરની શોધમાં હોય છે. યુકેમાંતો સ્પીચ રાઇટર ગીલ્ડ છે. તેનો કેઇ કોર્સ નથી ચાલતો પણ કેટલાક ઓલરાઉન્ડર લોકો તે લખતા હોય છે. ગૂંચવાડા ભર્યા વિષયોને લોકોના ગળે ઉતરે એ રીતે તે ટ્રાન્સલેટ કરી શકે છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MkklC7
via IFTTT
Comments
Post a Comment