મુંબઈ તા. 29 ડિસેમ્બર, 2020, મંગળવાર
પતંગના માંજાને લીધે અગાઉ પક્ષી અને અનેક વ્યકિતના જીવ ગુમાવાની ઘટના બની છે. ફરી આવો જ એક બનાવ નાશિકમાં બન્યો છે. સ્કૂટર પર જઇ રહેલી મહિલા માંજાથી ગળુ ચીરાઇ જતા મૃત્યુ પામી હતી.
નાશિકમાં સાતપૂર ખાતે એક ખાનગી કંપનીમાં ભારતી જાધવ (ઉ.વ.૪૬) નોકરી કરતી હતી. તે નોકરીમાંથી સ્કૂટર પર ઘરે આવી રહી હતી ત્યારે દ્વારકા ચૌક પાસે બ્રીજ પર નાયલોનના માંજાથી ભારતીનું ગળુ ચીરાઇ ગયુ હતુ. સ્થાનિક લોકોની મદદથી તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પણ તેનુ મોત થયુ હતુ.
આ ઘટના બાદ નાયલોનના માંજાના વેચાણને લઇને ફરી સવાલ ઉભો થયો છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aVLqFQ
via IFTTT
Comments
Post a Comment