સફેદ રણમાં લોકોની મિત્રો-પરિવાર સાથે થર્ટી ફર્સ્ટની રંગારંગ ઉજવણી

ભુજ, સોમવાર 

કોરોનાને લઈને કચ્છમાં રણોત્સવ મહાલવા આવતા પ્રવાસીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે પરંતુ બીજીતરફ થર્ટી ફસ્ટને લઈને છેલ્લા કેટલાક દિવસોથી કચ્છમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળે છે. નવા વર્ષની ઉજવણી અને થર્ટી ફસ્ટ મનાવવા સફેદ રણમાં ટુરીસ્ટોનો જમાવડો થયો હતો. ટેન્ટસીટી ઉપરાંત ભુજની હોટલોમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા. જો કે, કોરોનાને કારણે થર્ટી ફસ્ટની ઉજવણી રંગારંગ નહિં થાય.

દર વર્ષે થર્ટી ફસ્ટને લઈને કચ્છમાં પ્રવાસીઓનો ઘોડાપુર ઉમટતો હોય છે. ટેન્ટસીટીમાં હાઉસ ફુલના પાટીયા જોવા મળતા હોય છે તો ભુજની ખાનગી હોટલોમાં પણ રૃમો મળતા હોતા નાથી. પરંતુ, આ વર્ષે કોરોનાને કારણે પ્રવાસીઓ આવી શકયા નાથી. દિવાળીથી જ પ્રવાસન ઉાધોગ મંદ પડી ગયો છે. ત્યારે, છેલ્લા ઘણા દિવસો બાદ કચ્છમાં પ્રવાસીઓની હાજરી જોવા મળી છે. 

થર્ટી ફસ્ટને મનાવવા સૃથાનિક સહિત કચ્છ બહારના પ્રવાસીઓને સફેદ રણની પસંદગી કરી હતી. અને આજ સવારાથી લોકો ફ્રેન્ડ સર્કલ તેમજ પરિવાર સાથે સફેદ રણમાં જોવા મળ્યા હતા. ઉપરાંત, માંડવી બીચ સહિતના પ્રવાસન ધામો ઉપર પણ પ્રવાસીઓ દેખાયા હતા. આ દિવસોમાં ભુજની ખાનગી હોટલોમાં રૃમો પણ ભાડે મળતા હોતા નાથી પરંતુ આ વખતે કોરોનાને કારણે પ્રવાસીઓને આસાનીથી રૃમો મળી રહ્યા છે. 



from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/350cdgv
via IFTTT

Comments