- 2020ના છેલ્લા પંદર દિવસ 2021ની સંભવિત તેજીનું એલાન કરતા ગયા છે
વર્ષ ૨૦૨૦ની પોઝીટીવ એક્ઝીટ નિરાશામાં ઉત્સાહનો એહસાસ કરાવી ગઇ છે. આજે ૨૦૨૦નો છેલ્લો દિવસ છે. કોરોના, મંદી, લોકડાઉન જેવા મુદ્દાથી લોકો ત્રસ્ત હતા પરંતુ ૨૦૨૦ના છેલ્લા દિવસો ખાસ કરીને છેલ્લા પંદર દિવસ ૨૦૨૧ની સંભવિત તેજીનું એલાન કરતા ગયા છે. પંદર દિવસ પછી આવેલી ઉતરાણ સુધીમાં શેરબજારનો પતંગ ફૂલ હવામાં હશે. શેર બજારની અપવર્ડ ગતિ જોતાં એમ લાગે છે કે ઉતરાણ સુધીમાં સેન્સેક્સ ૫૦,૦૦૦ને સ્પર્શવા સુધી પહોંચી જશે. કોરોનાની વેક્સિનના સમાચારો જેમ જેમ પ્રસરી રહ્યા છે એમ એમ બજારોમા પણ રોનક જોવા મળી રહી છે.
એેક તરફ કિસાન આંદોલન સમાધાન તરફ આગળ વધી રહ્યું છે તો બીજી તરફ કેન્દ્ર સરકારને પણ અનેક મુદ્દે કોન્ફીડન્ટ દેખાઇ રહી છે. ચીનની ટોચની ચાર ટેકનોલોજી કંપનીઓએ કુલ ૧૫ લાખ કરોડનું નુકશાન કર્યું છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલતી કોલ્ડવોર ભલે કારણભૂત હોય પરંતુ તેથી ભારતની ટેકનોલોજી કંપનીઓના બે ેહાથમાં લાડુ છે એમ કહી શકાય. ચીનના અબજો પતિ જેકમાનું સામ્રાજ્ય નબળું પડી ગયું છે. ચીન સાથે સંકળાયેલા તમામ અહેવાલેા ૨૦૨૦ના છેલ્લા મહિનામાં આવેલા છે.
ભારતમાં ટેસ્લા કારનું ઉત્પાદન થવા જઇ રહ્યું છે તે જાહેરાત ચાર દિવસ પહેલાંજ થઇ છે. ટેસ્લા એ ઇનેક્ટીર કાર છે અને જર્મન કંપની છે. તે અબજો રૂપિયાનું રોકાણ કરવાની છે. ઓટો મોબાઇલ ક્ષેત્રે ટેસ્લાની એન્ટ્રી પોઝીટીવ એક્ઝીટનો એક ભાગ કહી શકાય. છેલ્લા ત્રીસ દિવસમાં ભારતમાં એફપીઆઇ(ફોરેન પોર્ટફોલીયો ઇન્વેસ્ટર) નું રોકાણ ૭૦,૦૦૦ કરોડનું થયું છે. તેના કારણે શેરબજારે તેજીનો ટોન પકડી રાખ્યો છે. વોલસ્ટ્રીટના ત્રણેય મેઇન ઇન્ડ્ેક્સ તેજી બતાવી રહ્યા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં આઇ ફોન એસેમ્બલ કરતી બેંગલુરૂ નજીકની કંપની વીન્સટનમાં થયેલા તોફાનો બાદ એપલ ભારતમાં તેનો એક્સપાન્સન પ્લાન પડતો મુકવા વિચારતું હતું પરંતુ તાજેતરમાં એપલે કહ્યું છે કે અમે ભારતમાં વધુ એક એસેમ્બલ યુનિટ ખોલીશું અને એક્સપાન્સન પ્લાન આગળ વધારીશું. ભારતમાં એપલનું એક્સપાન્સન એેટલે ૫૦,૦૦૦ લોકોને નોકરી.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને અભૂતપૂર્વ બજેટ આપવાની વાત કરીને લોકોના મનમાં અનેક આશાઓ ઉભી કરી છે. ૨૦૨૦ સામે ધિક્કારનું વાતાવરણ ઉભું કરાયું છે પરંતુ આ વર્ષે લોકોને સંયમમાં રહેતા શીખવ્યું છે. લોકોને મોનોટોનસ જીવનમાંથી બહાર આવવા પ્રેર્યા છે. લોકો માઇન્ડ સેટ બદલતા થયા છે.પાડોશી દેશ નેપાળનો જોક ચીન તરફ હતો પરંતુ નેપાળમાં સંસદ વિખેરી નાખવાનો નિર્ણય લેનાર વડાપ્રધાન ઓલી તેમના નિર્ણયના કારણે ફસાયા હતા અને હવે ભારત તેમજ અમેરિકાએ તેમને ચીનની પકડથી દુર કર્યા હતા. પાકિસ્તાન અને ચીન સાથે પણ ભારતે કડક વલણ અપનાવ્યું છે.
૩૨ દિવસથી ચાલતું આવતું કિસાન આંદોલન માટેના સમાધાનના મુસદ્દાની ચર્ચા માટે કિસાનો અને સરકાર વચ્ચે ૩૦મી ડિસેમ્બરની ચર્ચા નિયત સમયે શરૂ થઇ ગઇ હતી. શરૂઆતથીજ એમ લાગતું હતું કે બંને પક્ષ સમાધાનના મૂડમાં છે. લાંબો સમય ચર્ચા થયા બાદ સાંજ સુધી સમાધાનની ફોર્મયુલા તૈયાર થઇ શકી નહોતી. દિલ્હી પ્રવેશના માર્ગો ખુલ્લા થાય તે માટે દિલ્હીના લોકો રાહ જોઇને બેઠા છે. અહીં મહત્વની વાત એ છે કે મંત્રણા શરૂ થઇ છે તે આવકાર્ય છે.
દરેક નવું વર્ષ અનેક આશા અરમાનો સાથે આવે છે પરંતુ ૨૦૨૦માં અટવાયેલા કામો ૨૦૨૧માં શરૂ થશે. ૨૦૨૧ના પ્રવેશ સમયે આ વખતે કોઇ જાહેરમાં ઘોંઘાટ નથી, દરેક ટીવીપર બેસીને મનોરંજન મેળવી શકશે.અહીં મહત્વ એ વાતનું છે કે તારીખો બદલાય છે પણ સમસ્યા ઠેેરની ઠેર રહે છે ૨૦૨૦ને વિદાય આપતી સુંદર કવિતાના કેટલાક અંશ..
એટલી અરજ કરીએ પ્રભુને
૨૦૨૧તો સારું મોકલાવજે
દ્રૌપદીના ચીર પુરવા તું આવ્યો
માનવના માસ્ક હરવા તું આવજે
ન્યુ કોરોનાનો ન્યુ ઇન્ડિયા સામનો
કરી શકે એવી તાકાત આપજે..
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rCjSvj
via IFTTT
Comments
Post a Comment