(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.30 ડિસેમ્બર 2020, બુધવાર
સાલ ૨૦૨૦ પુરુ થવાને આરે છે, એવામાં દરેક લોકો તેના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. બોલીવૂડ સેલિબ્રિટિઝ પણ ન્યૂ ઇયર સેલિબ્રેશન માટે ઘરથી બહાર નીકળી હયા છે અને વેકેશન માણી રહ્યા છે. જેમાં રણબીર-આલિયા, રણવીર -દીપિકા પદુકોણ, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાઈ અને ઇશાન ખટ્ટર-અનન્યા પાંડે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે સાથે રજા માણવા માટે નીકળી ચુક્યા છે. રિપોર્ટને સાચો માનીએ તો, તેઓ નવા વરસનું સ્વાગત માલદ્વીવ્સમાં મનાવાના છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ નવા વરસનો આનંદ લેવા માટે માલદ્વીસ ગયા હોવાના વાવડ છે.
બોલીવૂડના હોટ કપલ ટાઇગર અને દિશા પણ વરસનું છેલ્લુ અઠવાડિયું માણવા માટે બહાર નીકળી ગયા છે અને તેમણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે.
જ્યારે અર્જુન કપૂર અને મલયકા ્રોરા ગોવામાં મોજ કરી રહ્યા છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નીતુ સિંહ સાથે રાજસ્થાનના રણથંભોરમાં ગયા છે.
રણવીર સિંહ અને દીપિકા પદુકોણ પણ ૨૦૨૦ને અલવિદા કહેવા અને ૨૦૨૧ને વધાવવા માટે રણથંભોર ગયા છે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aW6qML
via IFTTT
Comments
Post a Comment