મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનોમાં બનાવટી પાસ સાથે મુસાફરી કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો


મુંબઈ,તા.30 ડિસેમ્બર, 2020, બુધવાર

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓની ભીડભાડમાં દનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તેમાં પણ મોટાભાગના પ્રવાસીઓ બનાવટી ઓળખપત્ર સાથે મુસાફરી કરતા હોવાની ચોકાવનારી વિગત પ્રકાશના આવી છે. એક અંદાજ પ્રમાણે દરરોજ લગભગ ૧૦ લાખ પ્રવાસીઓ બનાવટી પાસ સાથે મુસાફી કરી રહ્યા છે.

શહેરના મોટાભાગના સબર્બન સ્ટેશનોના પ્રવેશદ્વાર પર આરપીએફ દ્વારા ઓળખપત્રોની તપાસ બંધ કરાયા બાદ હવે પ્રવાસીઓ બિનધાસ્ત લોકલમાં મુસાફરી કરવા લાગ્યા છે. ઘણા પ્રવાસીઓ તો ઓળખપત્ર વિના ટિકીટ ન અપાતા વિના ટિકીટ પણ પ્રવાસ કરી રહ્યા છે. રેલવેના લગભગ દરેક સ્ટેશનો પર ટીસીનો કડક જાપ્તો હોવા છતાં પણ અનેક પ્રવાસીઓ બચીને નીકળવામાં સપળ થઈ જાય છે.

જોકે આમાં મોટાભાગના પ્રવાસીઓ બનાવટી ઓળખપત્ર સાથે પ્રવાસ કરે છે પરંતુ ટિકીટબારી પર ઓળખપત્ર બનાવટી છે કે નહીં તે ઓળખપત્ર બનાવટી છે કે નહી ંતે ઓળખવા માટેની કોઈજ સુવિધા ન હોવાથી તેમને ટિકીટ પણ સહેલાઈથી મળી જાય છે, પરંતુ તેને કારણે લોકલ ટ્રેનોની ગિરદીમાં બેફામ વધારો થયો છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થઈ અતિઆવશ્યક સેાના કર્મચારીોના જીવ પણ જોખમમાં મૂકાયા છે. 

વિશ્વભરમાં કોરોનાની બીજી લહેર આવી રહી છે તેવામાં મુંબઈની ભીડ હવે બેફામ બની છે. જો આજ પ્રકારે સોશિયલ ડિન્સિંગનું ઉલ્લંઘન થસે તો મુંબઈમાં પણ કોરોનાની બીજી લહેર આવવામાં વાર લાગશે નહીં, જોકે અધિકારીઓએ આ બાબતનું ખંડન કર્યું હતું.




from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pEtxzI
via IFTTT

Comments